Sharad Pawar: રિટાયરમેન્ટનો ઈશારો કે ઈમોશનલ કાર્ડ, રાજકીય ‘ચાણક્ય’ શરદ પવારની કઈ ચાલ છે?
Sharad Pawar એનસીપી સપાના વડા શરદ પવારે સંકેત આપ્યા છે કે તેઓ હવે કોઈ ચૂંટણી નહીં લડે. તેમણે કહ્યું, “મારી 14 ચૂંટણીઓ થઈ છે. રાજ્યસભામાં દોઢ વર્ષ બાકી છે. હું મારા કામમાં વ્યસ્ત રહીશ. નવા લોકોને આગળ લાવવા પડશે.” તેમણે કહ્યું કે “આપણે ક્યાંક રોકાવું પડશે. શરદ પવારનું આ નિવેદન મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા આવ્યું છે.” તમને જણાવી દઈએ કે શરદ પવારે ગત લોકસભા ચૂંટણી પણ લડી ન હતી.
Sharad Pawar પૂર્વ કેન્દ્રીય મંત્રી અને મહારાષ્ટ્રના ચાર વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા પવારે NCP, કોંગ્રેસ અને શિવસેનાના મહા વિકાસ અઘાડી (MVA) ગઠબંધનને બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે કહ્યું, “મેં પહેલા 30 વર્ષ સુધી બારામતીનું પ્રતિનિધિત્વ કર્યું. ત્યારપછી અજિત પવારે 30 વર્ષ સુધી આ જગ્યાનો વિકાસ કર્યો અને હવે મારે આગામી 30 વર્ષ માટે વ્યવસ્થા કરવાની છે.”
શરદ પવારે વધુમાં જણાવ્યું હતું કે, “વિકાસ માટેનું વિઝન સારું હોવું જોઈએ પરંતુ કમનસીબે કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં સત્તા ધરાવનારાઓનું વિઝન યોગ્ય નથી. હું ગુજરાતની વિરુદ્ધમાં નથી પણ અમે આવું થવા દઈશું નહીં કારણ કે તેનાથી મહારાષ્ટ્રને નુકસાન થશે. ” શરદ પવારે મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા આ નિવેદન જાહેર કર્યું છે અને આવી સ્થિતિમાં અટકળો લગાવવામાં આવી રહી છે કે શું તેઓ આ સાથે કોઈ ઈમોશનલ કાર્ડ રમી રહ્યા છે.