BJP: 294 લોકસભા બેઠકો જીતનાર એનડીએ ત્રીજી વખત સત્તામાં આવવાની તૈયારીમાં છે, પરંતુ જનાદેશ બરાબર નથી. 543 સભ્યોના ગૃહમાં ભાજપે બહુમતી વાળી 272 બેઠકના બદલે 240 બેઠકો જીતી છે. ભાજપને 2019ની 303 બેઠક સામે 63 બેઠકો ઓછી છે. ભાજપનો વોટ 1.14 ટકા મત ઘટ્યા. 2019ના 37.7 ટકા મત 2024માં 36.56 ટકા થયા છે.
ગુજરાતમાં મત
ભાજપને 63.10 ટકા મત મળ્યા છે. કોંગ્રેસને માત્ર 31.24 ટકા મત મળ્યા છે. નોટામાં 1.29 ટકા મત પડ્યા છે. કોંગ્રેસને 2019 કરતાં ઓછા મત મળ્યા છે.
ભાજપને કુલ 1 કરોડ 78 લાખ 40 હજાર મત મળ્યા છે, જે 2019 કરતાં ઓછા છે. જે 61.86 ટકા મત મળ્યા છે. જે 2019ની સરખામણીમાં ઓછા છે. 2019માં ભાજપને 63.10 ટકા મત મળ્યા હતા. કોંગ્રેસને કુલ 90 લાખ 8 હજાર 278 મત મળ્યા છે.
આમ આદમી પાર્ટીને 7 લાખ 75 હજાર 321 મત મલ્યા તે બે બેઠકના 2.69 ટકા મત છે. ગુજરાતમાં નોટોમાં 4 લાખ 50 હજાર મત પડ્યા છે. બસપાને 2.18 લાખ, SPને 1587 મત મળ્યા છે.
સત્તા ન હોત તો મોટા હાર
જો ભાજપ સત્તામાં ન હોય અને સત્તાનો બેફામ ઉપયોગ ચૂંટણી પંચ, ન્યાય, સમાચાર માધ્યમો, સોશિયલ મિડિયા, વિપક્ષોની ધરપકડ, ગુંડાઓને ખુલ્લો દોર, મતદારોના નામો કાઢી નાંખવા, આવકવેરા વિભાગ, ગૃહ વિભાગ, ઈડી, નેતાઓને ધમકી, બોગસ મતદાન ન કરાવ્યા હોત તો 1.14 ટકાના બદલે 12 ટકા મત ઘટ્યા હોત. જો આમ થયું હોત તો, ભાજપને 100થી નીચે બેઠક મળી શકી હોત.
ભગવાન જગન્નાથની ભૂમિ પર જીત થઈ પણ રામ જન્મભૂમિ પર હાર થઈ છે. ઉત્તર પ્રદેશથી પૂર્વથી પશ્ચિમમાં મોટી હારનો સામનો કરવો પડ્યો અને દક્ષિણમાં પણ અપેક્ષિત લાભ મેળવી શક્યો નહીં.
ભાજપએ પોતાના માટે 370 બેઠકો અને એનડીએ માટે 400થી વધુ બેઠકો જીતવાનો લક્ષ્ય રાખ્યો હતો. .
શરદ પવારના NCP જૂથે પણ 7 બેઠકો અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) 9 બેઠકો છે. બિહારમાં આરજેડી 4 સીટો પર અને AAP અને JMM 3 છે.
ઉત્તર પ્રદેશમાં 2019માં 62 અને 2014માં 71 બેઠકો જીતી હતી. ભાજપની સંખ્યા લગભગ અડધી થઈ ગઈ કારણ કે તે માત્ર 33 બેઠકો જીતી અને આગળ રહી. ઉત્તર પ્રદેશમાં એસ પી 38 અને કોંગ્રેસ 6 બેઠકો મેળવી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાન અને કર્ણાટકમાં ભાજપે ઘણું ગુમાવ્યું છે. પશ્ચિમ બંગાળમાં પણ પાર્ટીને ઝટકો લાગ્યો છે.
ભાજપ માટે એકમાત્ર સારા સમાચાર ઓડિશાના છે. નવીન પટનાયકના લાંબા શાસનનો અંત કરીને ભાજપે ઓડિશામાં સત્તારૂઢ બીજેડીને સત્તા પરથી હટાવી દીધી છે. ભાજપે કેરળમાં પોતાનું ખાતું ખોલ્યું અને તેલંગાણામાં તેની બેઠકોની સંખ્યા 4 થી બમણી કરી 8 કરી.
મહારાષ્ટ્રમાં ભાજપની બેઠકો 23થી ઘટીને 9 અને રાજસ્થાનમાં 25થી ઘટીને 14 થઈ ગઈ છે. ગુજરાતમાં એક ઘટી છે.
કર્ણાટકમાં ભાજપની પાસે 28માંથી 25 બેઠકો હતી, તેની સંખ્યા ઘટીને 17 થઈ ગઈ છે.
હરિયાણામાં ભાજપે જીતેલી 10માંથી 5 બેઠકો ગુમાવી છે.
પશ્ચિમ બંગાળમાં 18 બેઠક હતી તે હવે માત્ર 12 બેઠકો જીતી શકી હતી.
બિહારમાં ભાજપની 17 બેઠક ઘટીને 12 થઈ ગઈ.
ભાજપ હવે TDP અને JD(U) મુખ્ય છે. ટીડીપી 16 સીટો પર આગળ ચાલી રહી છે, જ્યારે જેડી(યુ) 12 સીટો પર આગળ છે.
નાયડુ અને કુમાર, એકનાથ શિંદેની શિવસેના 7 અને ચિરાગ પાસવાનની એલજેપી 5 બેઠક સાથે કેન્દ્રમાં નિર્ણાયક રાજકીય ખેલાડી બની ગયા છે.
દક્ષિણમાં ભાજપે કેરળમાં ભાજપે ખાતું ખોલાવ્યું. તેલંગાણામાં સંખ્યા બમણી થઈને 4 થઈ ગઈ. તમિલનાડુમાં ભાજપ એક પણ બેઠક જીતી શકી નથી.