Lok Sabha Elections: ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણીમાં પાંચ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને છઠ્ઠા તબક્કા માટે પ્રચાર અંતિમ તબક્કામાં છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ બહુજન સમાજ પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે. મળતી માહિતી મુજબ પૂર્વ IPS અને માયાવતીના નજીકના સાથી પ્રેમ પ્રકાશ આજે ભાજપમાં જોડાશે.
બ્રિજલાલ, અસીમ અરુણ અને વિજય કુમાર પછી ભાજપમાં જોડાનાર ચોથા દલિત IPS. ભાજપમાં દલિત અધિકારીઓની ફોજ વધી રહી છે. ભાજપ દલિતોમાં પ્રવેશ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.