‘આપ’થી ડરેલા ભ્રષ્ટ ભાજપના કાયર અને ડરપોક લોકોએ અત્યારે વડોદરા કોર્પોરેશનની ટીમને નવનીત કાકાનો હોલ તોડી નાખવા માટે મોકલી છે.: ગોપાલ ઈટાલિયા
મૌખિક રીતે કોર્પોરેશનના માણસો એ એવું કીધું કે અમને ભાજપના નેતાઓનું સૂચન છે કે ના પાડ્યા પછી પણ તમે શા માટે ‘આપ’ને હોલ ભાડે આપ્યો?: ગોપાલ ઈટાલિયા
નવનીત કાકાના હોલને તોડવા માટે વડોદરા કોર્પોરેશનના 50 કરતાં પણ વધુ કર્મચારીઓ, કેટલાય બધા બુલડોઝર અને પોલીસ સંખ્યાબળની ફોજ ભાજપના નેતાઓ મોકલી છે : ગોપાલ ઈટાલિયા
અરવિંદ કેજરીવાલજીના કાર્યક્રમો રોકી રાખવા હોય તો માણસો પણ છે, મશીનો પણ છે અને પૈસા પણ છે,પણ ગુજરાતની જનતાના કામ કરવા માટે કોર્પોરેશન પાસે પૈસના નથી : ગોપાલ ઈટાલિયા
ભાજપને કેમ એટલો બધો ડર લાગે છે? શા માટે આવા નિમ્નકક્ષાના કૃત્ય કરવા પડે છે? : ગોપાલ ઈટાલિયા
કોઈપણ વ્યક્તિ પોતાની પ્રોપર્ટી પાર્ટીને ભાડે આપે એના માટે એને ગુનેગાર બનાવી દેવાનો? એની પ્રોપર્ટી તોડી નાખવાની? : ગોપાલ ઈટાલિયા
કાલે કોઈ માઈક કે મંડપ ભાડે આપશે તો તમે મંડપ તોડી નાંખશો, કોઈ ટ્રક ભાડે આપશે તો એની ગાડી તોડી નાખશો, તો આ ગુંડા ટાઈપની ભાજપની માનસિકતા છે : ગોપાલ ઈટાલિયા
આવતીકાલે ચૂંટણીમાં ગુજરાતની જનતા ભાજપનું અભિમાન તોડવા માટે તૈયાર બેઠી છે. : ગોપાલ ઈટાલિયા
અમે નવનીત કાકાના પુરા સપોર્ટમાં છીએ, ‘આપ’ના વડોદરા શહેરના તમામ કાર્યકર્તાઓ અને પાર્ટીની લીગલ ટીમ પણ ત્યાં પહોંચી ચૂકી છે. : ગોપાલ ઈટાલિયા
આ લડાઈમાં અમે ભાજપના ભ્રષ્ટ લોકો ને પૂરેપૂરી ટક્કર આપીશું, એનાથી ડરીશું નહીં અને એમની આ નિમ્ન માનસિકતા સામે અમે લડતા રહીશું.: ગોપાલ ઈટાલિયા
આમ આદમી પાર્ટી ટૂંક સમયમાં નવા ઉમેદવારોની યાદી કરશે જાહેર : ગોપાલ ઈટાલિયા
અરવિંદ કેજરીવાલજીના, ભગત માન સાહેબના, રાઘવ ચડ્ડા સાહેબના કાર્યક્રમ પૂરા થયા બાદ આગળની નવી યાદી લાવીશું.: ગોપાલ ઈટાલિયા
અમદાવાદ/ગુજરાત
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું હતું કે, આ સાથે ભાજપની ગુંડાગીરીનો, દાદાગીરીનો વધુ એક નમૂનો આજે સામે આવ્યો છે. વડોદરામાં હમણાં અઠવાડિયા પહેલા જ્યારે અરવિંદ કેજરીવાલજી નો કાર્યક્રમ રાખેલો હતો ત્યારે 13 સ્થળો ભાજપના લોકોએ કેન્સલ કરાવ્યો હતો. કેજરીવાલજીના કાર્યક્રમ માટે પાર્ટી પ્લોટ, હોલ કે બેન્કવેટ ભાડે રાખીએ ત્યાં ભાજપના ધારાસભ્યો કે સાંસદ સભ્યો ભાજપના ગુંડાઓ ફોન કરી આ પાર્ટી પ્લોટ કેન્સલ કરાવતા હતા. છેલ્લે નવનીત કાકા નામના સજ્જન વ્યક્તિએ પોતાનો પાર્ટી પ્લોટ અરવિંદ કેજરીવાલજીને ભાડે આપ્યો. પરંતુ જ્યારે ભાડે આપ્યો ત્યારે ભાજપના લોકોએ નવનીત કાકાને પણ ફોન કર્યો અને ધમકાવવાની કોશિશ કરી હતી, આમ છતાં પણ નવનીત કાકાએ અરવિંદ કેજરીવાલજીના કાર્યક્રમ માટે હોલ ભાડે આપ્યો. એ કાર્યક્રમ સારી રીતે સફળ થયો પૂર્ણ થયો પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે આમ આદમી પાર્ટીથી ડરેલા ભ્રષ્ટ ભાજપના કાયર અને ડરપોક લોકોએ અત્યારે વડોદરા કોર્પોરેશનની ટીમને એ હોલ તોડી નાખવા માટે મોકલી છે.
આજે વડોદરા કોર્પોરેશનાના 50 કરતાં પણ વધુ કર્મચારીઓ, કેટલાય બધા બુલડોઝર અને પોલીસ સંખ્યાબળ લઈને નવનીત કાકાનો હોલ તોડી નાખવા માટે ભાજપના નેતાઓ ફોજ મોકલી છે. એક તરફ ગુજરાતના અને વડોદરા ના રોડ રસ્તા તૂટેલા છે. કોર્પોરેશનમાં ફરિયાદ કરીએ તો કોર્પોરેશનના ભાજપના નેતાઓ જવાબ આપે કે પૈસા નથી, સ્ટાફ નથી, સાધનો નથી પણ જ્યારે હોલ તોડી નાંખવો હોય અરવિંદ કેજરીવાલજીના કાર્યક્રમો રોકી રાખવા હોય તો માણસો પણ છે, મશીનો પણ છે અને પૈસા પણ છે. આ દર્શાવે છે કે ભાજપની અંદર ભયંકર ડર નો માહોલ ફેલાઈ ગયો છે. એકદમ બોખલાઈ ગયેલા કાયરો ભેગા થઈ હોલ તોડી નાખવા ઉપર આવ્યા છે, પરંતુ ગુજરાતની જનતા આ બધું જોઈ રહી છે.
અરવિંદ કેજરીવાલજીના કાર્યક્રમ માટે કોઈ હોલ ભાડે આપે તો હોલ તોડી નાખો છો, કાલે કોઈ માઈક કે મંડપ ભાડે આપશે તો તમે મંડપ તોડી નાંખશો, કાલે કોઈ ટ્રક ભાડે આપશે તો તમે એની ગાડી તોડી નાખશો, તો આ તોડફોડની ગુંડા ટાઈપની ભાજપની માનસિકતા છે. આજે ભાજપના લોકોએ હોલ તોડી નાખવા માટે માણસો મોકલ્યા પરંતુ આવતીકાલે ચૂંટણીમાં ગુજરાતની જનતા ભાજપનું અભિમાન તોડવા માટે તૈયાર બેઠી છે. ગુજરાતમાં આ પ્રકારની રાજનીતિ યોગ્ય નથી. ગુજરાતમાં અમારા એક પણ ધારાસભ્ય નથી, છતાંય ભાજપને કેમ એટલો બધો ડર લાગે છે? શા માટે આવા નિમ્નકક્ષાના કૃત્ય કરવા પડે છે? કોઈ વ્યક્તિ પોતાની માલિકીની પ્રોપર્ટી બીજી પાર્ટીને ભાડે આપી શકે છે, ભાડે આપવું એ એનો ધંધો છે, ભાજપવાળા પણ હોલ ભાડે રાખી શકે છે, કોંગ્રેસ વાળા પણ હોલ ભાડે રાખી શકે છે, અમે પણ રાખી શકીએ છીએ. કોઈપણ વ્યક્તિ પોતાની પ્રોપર્ટી પાર્ટીને ભાડે આપે એના માટે એને ગુનેગાર બનાવી દેવાનો? એની પ્રોપર્ટી તોડી નાખવાની? આટલી હદની દાદાગીરી, ગુંડાગીરી કરવાની? આ બિલકુલ યોગ્ય નથી. ગુજરાતની જનતા આ બધુ જોઈ રહી છે અને આ વખતે ગુજરાતની જનતા અરવિંદ કેજરીવાલજીની ઈમાનદાર પાર્ટી સાથે છે.
તેમણે એવું કહ્યું કે તમને ના પાડવા છતાં પણ શા માટે આમ આદમી પાર્ટીને હોલ ભાડે આપ્યો? આ કારણ તેઓ મૌખિક રીતે જણાવે છે, લેખિતમાં કોઈ નોટિસ નથી આપી, લેખિતમાં કોઈ સૂચન નથી, લેખિતમાં કોઈ સરકારી આદેશ નથી, મૌખિક રીતે કોર્પોરેશનના માણસો એ એવું કીધું કે અમને ભાજપના નેતાઓનું સૂચન છે કે ના પાડ્યા પછી પણ તમે શા માટે ‘આપ’ને હોલ ભાડે આપ્યો? અમારી પાર્ટીના વડોદરા શહેરના તમામ કાર્યકર્તાઓ અત્યારે પ્રત્યુતર આપવા માટે હાજર છે, અમે નવનીત કાકા ના પુરા સપોર્ટમાં છીએ, આમ આદમી પાર્ટીની લીગલ ટીમ પણ ત્યાં પહોંચી ચૂકી છે. આ લડાઈમાં અમે ભાજપના ભ્રષ્ટ લોકો ને પૂરેપૂરી ટક્કર આપીશું, એનાથી ડરીશું નહીં અને એમની આ નિમ્ન માનસિકતા સામે અમે લડતા રહીશું.
ગુજરાતના ઇતિહાસમાં સૌથી પહેલા ઉમેદવારો આમ આદમી પાર્ટી જાહેર કરી ચૂકી છે. આગળની યાદી પણ તૈયાર થઈ રહી છે. હાલમાં અરવિંદ કેજરીવાલજીના, ભગત માન સાહેબના, રાઘવ ચડ્ડા સાહેબના જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ જેમ જેમ પૂરા થતા જશે એમ અમે આગળની નવી યાદી લાવીશું.