રાજદ પ્રમુખ લાલુ પ્રસાદના પુત્ર અને ધારાસભ્ય તેજપ્રતાપ યાદવે શુક્રવારે કહ્યું કે તે હમણાં જ હરિદ્વારમાં રહે છે. જ્યાં સુધી પત્નીથી તલાકના નિર્ણયનું કૌટુંબિક સમર્થન નહીં મળે, ત્યાં સુધી તે ઘરે પાછો નહીં આવે. પટનાની સ્થાનિક ન્યૂઝ ચેનલ સાથે ફોન પર વાતચીત કરતી વખતે તેજ પ્રતાપે નાના ભાઈ તેજસ્વી યાદવને જન્મદિવસના અભિનંદન પણ આપ્યા હતા અને કહ્યું કે તે નવી દિલ્હીમાં ભાઈના જન્મદિવસની ઉજવણીમાં સામેલ થશે નહીં. નવી દિલ્હીમાં તેજસ્વી યાદવ બહેનોને મળવા ગયા છે.
તેજપ્રતાપ યાદવને છેલ્લી વખત બોધગયામાં શનિવારે જોવાયા હતા. રાંચીમાં બીમાર પિતા લાલુ પ્રસાદને મળી તેઓ પાછા ફર્યા બાદ તેઓ હોટલમાં રોકાઈ ગયા હતા. તાજેતરમાં તેજ પ્રતાપે પત્ની ઐશ્વર્યાને તલાકની અરજી દાખલ કરવામાં પછીથી ચર્ચા ચાલી રહી છે. 6 મહિના પહેલા જ મોટા ધામધૂમથી તેમના લગ્ન થયા. તલાક લેવાના મોટા પુત્રના નિર્ણયથી માનવામાં આવે છે કે લાલુ પ્રસાદ દુઃખી છે. લાલુ ચારા કૌભાંડના અલગ અલગ કેસોમાં જેલમાં સજા કાપી રહ્યા છે. સુનાવાય છે. હાલ તેમની તબિયત ખરાબ થતાં રાંચીની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
તેજ પ્રતાપ યાદના લગ્ન ધારાસભ્ય ચંદ્રિકા રાયની દિકરી ઐશ્વર્યા સાથે આ જ વર્ષે 12 મેના દિવસે થયા હતા. ઐશ્વર્યા બિહારના પૂર્વ મુખ્યમંત્રી દરોગા પ્રસાદની પૌત્રી છે. તેજપ્રતાપે કહ્યું કે ” અમારી વચ્ચે સમાધાનની કોઈ શકયતા નથી. લગ્ન સમાપ્ત કરતા પહેલામાતા-પિતાને જાણ કરી હતી. પરંતુ તે સમયે મારી વાતને કોઈએ સાંભળી નહીં અને હજુ પણ મારી વાત કોઈ સાંભળતું નથી. જ્યાં સુધી પરિવારજનો મારી સાથે સંમત ન થાય છે ત્યાં સુધી હું ઘરે કેવી રીતે પાછો આવું. ‘
બિહાર સરકારમાં મંત્રી રહેલા તેજપ્રતાપે લગ્નજીવનના વિવાદમાં નજીકના સંબંધીઓ, ખાસ કરીને સાસરિયાના લોકો દ્વાર ભજવવામાં આવેલી ભૂમિકાને લઈ નારાજગી વ્યક્ત કરી છે. નાના ભાઈ તેજ પ્રતાપે સાથે વધતી જતી નારાજગી અંગેની વાતોને તેજપ્રતાપે ખોટી ગણાવી કહ્યું કે, “હું તેજસ્વીને બિહારના મુખ્યમંત્રી રૂપે જોવા માંગું છું. મારા આશિરિવાદ તેની સાથે છે. મહાભારતમાં કૃષ્ણએ અર્જુનની મદદ કરી હતી તેવી રીતે હું તેજસ્વીને મદદ કરતો રહીશ.
આ દરમિયાન, રાજદના મહાસચિવ અને લાલુ પ્રસાદના વિશ્વસનીય સહયોગી ભૌલા યાદવએ પત્રકારોને વિનંતી કરી છે કે ‘પરિવારના મતભેદનો કોઈ સમાચાર ન બનાવે.’ તેમણે કહ્યું, ‘લાલુ યાદવ સારા છે અને આવા સમાચારોથી તેમનું મન ખાટું થઈ રહ્યું છે.