અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઈને રાજકીય નિવેદનબાજીમાં ગરમાટો આવ્યો છે તો રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ પર ખૂબ સક્રીય થઈ ગયું છે. અયોધ્યામાં મંદિર નિર્માણની કવાયતમાં જોડાયેલા સંઘે પાટનગર નવી દિલ્હીમાં યાત્રા કાઢી છે. દિલ્હીમાં સંકલ્પ યાત્રા નવ દિવસ ચાલશે. યાત્રાનો પ્રારંભ ઝંડેવાલા મંદિરથી શરૂ થયો. આ યાત્રા નવ ડિસેમ્બરે સમાપ્ત થશે. બીજી તરફ વિહિપ દ્વારા ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રામાં સ્વદેશી જાગરણ મંચ અને સંઘની ઈકોનોમિક વિંગ પણ સામેલ છે.
અયોધ્યામાં મંદિર નિર્માણ માટે સંઘ દ્વારા આક્રમક વલણ અપનાવવામાં આવ્યું છે. દેશભરમાં મંદિર માટે માહોલ બનાવવામાં આવી રહ્યો છે. અત્રે નોંધીનય છે કે સંતો અને વિશ્વ હિન્દુ પરિષદ મંદિર અંગે શરૂઆતથી જ આંદોલન કરી રહ્યા છે. સંઘના પ્રાંત સંચાલક કુલભૂષણ આહૂજાએ સંકલ્પ યાત્રાને ઝંડેવાલા મંદિરથી લીલીઝંડી આપી હતી. પરંતુ યાત્રાના પ્રારંભ ટાણે જેવી રીતે માહોલ બનાવવામાં આવી રહ્યો હતો તેને જોતાં સ્થળ પર માંડ-માંડ 100 લોકો પણ હાજર રહેલાં દેખાતા ન હતા એવું એનડીટીવીનો અહેવાલ જણાવી રહ્યો છે. આમ આવી રતે પ્રથમ દિવસે યાત્રાનો ફ્લોપ શો રહ્યો હતો.
રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ. વિહિપ અને સંત સમાજ તરફથી મોદી સરકાર પર દબાણ ઉભૂં કરવામાં આવી રહ્યું છે કે સરકાર તાત્કાલિક મંદિર માટે કાયદો પાસ કરે.
પાછલા દિવસોમાં વિશ્વ હિન્દુ પરિષદે અયોધ્યામાં ધર્મ સભાનું આયોજન કર્યું હતું. સભામાં દેશભરમાંથી સંતોએ હાજરી આપી હતી. ધર્મ સભામાં મંદિર નિર્માણની માંગ કરવામાં આવી હતી અને સરકારને કહેવાયું હતું કે મંદિર માટે વટહુકમ બહાર પાડવામાં આવે. શિવસેના પ્રમુખ ઉદ્વવ ઠાકરેએ પણ કહ્યું હતું કે જો રામ મંદિર નહીં બનશે તો બીજી વખત ભાજપની સરકાર નહીં બને.
સંઘના વડા મોહન ભાગવતે પણ કહ્યું હતું કે હવે ધીરજ સમાપ્ત થઈ રહી છે. જો ઉત્તરપ્રદેશના અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણનો કેસ સુપ્રીમ કોર્ટની પ્રાથિમકતા નથી તો સરકારે આ માટે સંસદમાં કાયદો પસાર કરવો જોઈએ.