ચંબલ,અંચલના પ્રવાસે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ આચારસહિંતાના ડરે અજબ સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. હકીકતે રાહુલ ગાંધી ગુરુદ્વારમાં નમન કરવા પહોંચ્યા હતા. નમન કર્યા બાદ દાનપેટીમાં નાંખવા માટે 500 રૂપિયાની નોટ કાઢી,પરંતુ તેમની બાજુમાં ઉભેલા જ્યોતિરાદિત્ય સિંધિયાએ આચારસંહિતાનો હવાલો આપી 500 રૂપિયાની નોટ પોતાના ગજવામાં સેરવી લીધી હતી.
ગ્વાલિયરના ચંબલ-અંચલમાં રાહુલ ગાંદી મંદિર-મસ્જિદની મુલાકાત કરી હતી. ગુરુદ્વારેમાં જઈ માનતા માની હતી. ગ્વાલિયરના કિલ્લા પાસે આવેલા ગુરુદ્વાર પહોંચ્યા અને કોંગ્રેસ તથા કાર્યકરોની ખુશાલીની કામના કરી હતી. પણ આચારસંહિતાના કારણે રાહુલ ગાંધી દાન કરી શક્યા નહીં.
ગુરુદ્વારમાં દર્શન કરતા પૂર્વે રાહુલ ગાંધીએ મોદી સરકારને આડે હાથે લીધી હતી. રાહુલે કહ્યું કે દેશના પ્રધાનમંત્રી પોતાને ચોકીદાર ગણાવે છે પરંતુ તેમણે વિમાન નિર્માણ કરનારી કંપની પાસેથી કોન્ટ્રાક્ટ લઈ ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપી દીધો. શિવરાજસિંહ ચૌહાણ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે મુખ્યમંત્રી પોતાના વાયદા પૂર્ણ કરી શક્યા નથી. જો કોંગ્રેસની સરકાર બનશે તો ખેડુતોના દેવા 10 દિવસમાં માફ કરી દેવામાં આવશે,