ચૂંટણી વ્યૂહરચનાકારમાંથી નેતા બનેલ પ્રશાંત કિશોરે કહ્યું છે કે વડાપ્રધાન મોદી મોટા નેતા છે. પરંતુ 2014 જેવું મોદી મોજું નથી. 2019માં મોદી સરકાર માટે મુશ્કેલી છે. 2014ની લોકસભાની ચૂંટણીમાં મોદીના ચૂંટણી પ્રચાર સાથે સંકળાયેલા પ્રશાંત કિશોરનું કહેવું છે કે અન્ય પાર્ટીની સરખામણીમાં ભાજપ હાલમાં પણ આગળ છે. જો આજે લોકસભાની ચૂંટણી થાય તો ભાજપ સૌથી મોટી પાર્ટી બની શકે છે પણ એકલા હાથે 272નો આંકડો પાર કરી શકશે નહીં.
પ્રશાંત કિશોરે કહ્યું કે 2019માં કોઈ મોજું નથી. આવનારી ચૂંટણીમાં કોઈ એક નેતાને જોઈને નહીં પણ ઉમેદવારને જોઈ લોકો વોટીંગ કરશે. તેમનું કહેવું છે કે ભારતના 70 ટકા લોકો પ્રતિદિન 100 રૂપિયાથી પણ ઓછી આવક મેળવી રહ્યા છે. તેમના માઈન્ડ વાંચવું મુશ્કેલ છે. તેઓ હાલ બિલ્કુલ ચૂપ છે. એવા લોકોના માઈન્ડને વાંચી શકો છો જેઓ બોલી રહ્યા છે, અથવા રાજકારણ પર વાત કરી રહ્યા છે. 70થી 80 કરોડ લોકો રાજનીતિ પર વાત કરવા માંગતા નથી. તેઓ પોતાની દિનચર્યામાં જ વ્યસ્ત રહે છે. બે ટાઈમનો રોટલો રળવામાંથી તેમને ફુરસદ નથી. ગરીબ લોકો પોતાનું પોતાનું ઓપિનિયન પોલ રાખતા નથી, પરંતુ તેઓ એ અર્થ નથી કે તેમની પાસે કોઈ રાજકીય અભિપ્રાય નથી. તેઓને ખબર છે કે યોગ્ય સમયે શું કરવાનું છે.
તેમણે કહ્યું કે ગરીબ લોકોના આવા વલણથી જ સત્તાધારી પાર્ટીમાં ડર હોય છે. કોઈ તેમની વિરુદ્વ કશું પણ બોલી શકતા નથી. જોકે, સત્તાઘારી પાર્ટીને જ વોટ કરશે એ વાતમાં શંકા રહેલી હોય છે. મારી દ્રષ્ટિએ 2019માં ભાજપ સૌથી મોટી પાર્ટી હશે. એવુંય નથી કે ભાજપ સામે કોઈ પડકાર નથી.
પ્રશાંત કિશોરે કહ્યું કે રામ મંદિરનો મુદ્દાને સુપ્રીમ કોર્ટ પર જ છોડી દેવાની જરૂર છે અને કોર્ટના નિર્ણયનો સન્માન કરવાની જરૂર છે. જેડીયુ અંગે તેમણે કહ્યું કે નીતિશ કુમારથી તેઓ પ્રભાવિત થયા હતા. તેઓ બિહાર માટે કામ કરવા માંગે છે. પ્રશાંતને નીતિશ કુમારના સૌથી નજીકના માનવામાં આવે છે. અનેક પાર્ટીઓ માટે ચૂંટણી વ્યૂહરચનાકાર તરીકે કામ કરનારા પ્રશાંત કિશોર 2015માં નીતિશ કુમારની નિકટ આવ્યા હતા.
જેડીયુ સાથે મહાગઠબંધનની વાત હોય, નીતિશ કુમારને બિહારના સર્વમાન્ય નેતા તરીકે પ્રસ્થાપિત કરવાની વાત હોય, પ્રશાંત કિશોર બિહારના મુખ્યમંત્રીના નજીકના માણસ તરીકે જ ઓળખાતા રહ્યા છે. જ્યારે બિહારમાં સરકાર બની તો પ્રશાંત કિશોરને કેબિનેટ રેન્કનો દરજ્જો આપવામાં આવ્યો હતો. પરંતુ વિવાદ થતા આ દરજ્જો લાંબા સમય સુધી ટકી શક્યો ન હતો. એવી ચર્ચા હતી કે પ્રશાંત કિશોર ફરી એક વાર 2019માં મોદી માટે કામ કરશે પરંતુ તેમણે તમામ અટકળોની વચ્ચે નીતિશ કુમાર સાથે જવાનું પસંદ કર્યું.