વિશ્વ હિન્દુ પરિષદથી અલગ થયા બાદ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ બનાવનારા પ્રવીણ તોગડિયા રામ મંદિર આંદોલનને વેગ આપવા માટે મંગળવારે નવી રાજકીય પાર્ટીની જાહેરાત કરી શકે છે. સોમવારે તેમણે અયોધ્યામાં આ અંગેના સંકેત આપ્યા હતા. તોગડિયાએ આ વખતે અયોધ્યાથી નવો નારો આપ્યો છે કે ‘અબ કી બાર હિન્દુ સરકાર’. તેમણે ‘મંદિર નહીં તો વોટ નહીં’નો નારો આપતા જણાવ્યું હતું કે, આગામી સરકાર ‘હિન્દુ સરકાર’ હશે. જોકે શપથ ગ્રહણની સાથે જ મંદિર નિર્માણના માર્ગ સાફ કરશે અને ભાજપને ભીસમાં મૂકશે એવી ગણતરી કરવામાં આવી રહી છે.
પ્રવીણ તોગડિયાએ કહ્યું કે તેઓ ‘રામ મંદિર નહીં તો વોટ નહીં’ આંદોલને સમાપ્ત નહીં કરે. આ વખતે હિન્દુઓની સરકાર બનશે. બહુ ઝડપથી એ અંગે નિર્ણય થશે કે કોને વોટ આપવાનો છે. તેમણે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર વચનપૂરુ ન કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, હવે લોકોને એક નવો વિકલ્પ આપવાનો છે. પ્રવીણ તોગડિયા કહ્યું, જે પણ રામ મંદિર બનાવવાની વાત કરશે, તેમને જ વોટ મળશે.
પ્રવીણ તોગડીયા હજારો સમર્થકોની સાથે અયોધ્યામાં છે. પ્રશાસને રોક લગાવ્યા બાદ પણ તેમણે સોમવારે સભા કરી હતી. તોગડિયાએ રામ મંદિર પર શિવ સેનાના વલણને સમર્થન આપ્યું છે.
નોંધનીય છે કે પ્રવીણ તોગડિયા પોતાના સેંકડો સમર્થકો સાથે અયોધ્યામાં છે. તંત્રની મનાઈ છતાં તેમણે સોમવારે સભા કરી હતી. મંગળવારે તેઓ રામકોટની પરિક્રમા કરશે. જે બાદમાં સંકલ્પ સભામાં ભાગ લેશે. તંત્રની મનાઈ છતાં તેઓ સભા કરવા પર અડગ છે.
5 ઓક્ટોબરે શિવ સેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે પણ અયોધ્યા પહોંચી રહ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, તોગડિયા તેમની નવી પાર્ટી અને શિવસેનાની સાથે મળીને ચૂંટણી લડે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.
પ્રવીણ તોગડિયા કહ્યું કે, આ યાત્રા રામ મંદિરના નિર્માણ માટે સરકાર પર દબાણ લાવવા માટે કરવામાં આવી રહી છે. યાત્રાના માધ્યમથી તેઓ ખેડૂતો, વિદ્યાર્થીઓ અને બેરોજગારીના એ મુદ્દા ઉઠાવશે જેમને વચનો તો આપવામાં આવ્યા પરંતુ પૂરા ન કરવામાં આવ્યા.
તોગડિયાના નજીકના લોકો પાસેથી મળેલી માહિતી પ્રમાણે 23મી ઓક્ટોબરના રોજ તેઓ મોટો રાજકીય નિર્ણય લઈ શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેઓ પતોનો નવો રાજકીય પક્ષ બનાવશે તેમજ આગામી લોકસભાની ચૂંટણીમાં તેમના ઉમેદવાર પણ ઉભા રાખશે. તોગડિયાએ રામ મંદિર પર શિવસેનાના વિચારને પણ સમર્થન કર્યુ છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તોગડિયા પોતાની નવી પાર્ટી અને શિવસેના સાથે મળીને ચૂંટણી લડી શકે છે. 25મી ઓક્ટોબરનાં રોજ શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે પણ અયોધ્યા પહોંચી રહ્યા છે.