જૂનાગઢના વંથલી ખાતે ખેડુત સત્યાગ્રહમા હાર્દિક પટેલ, કેન્દ્રના પૂર્વ મંત્રી અને ભાજપના પૂર્વ નેતા યશવંતસિંહા તથા શત્રુઘ્નસિંહાએ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. 2019માં મોદી સરકારને સબક શીખવાડના કોલ કર્યા હતા અને ખેડુતોની વેદનાનો પડઘો પાડ્યો હતો. વિશાળ જનમેદનીને સંબોધતા હાર્દિક સહિતના વકતાઓએ મોદી સરકારને અનેક મુદ્દાઓ પર ધેરી હતી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પણ સવાલો ઉભા કર્યા હતા.
હાર્દિક પટેલે આક્રમક રીતે કહ્યું કે આપણી લડાઈ આવાનારી પેઢીના ભવિષ્ય માટે છે. ખેડુતને વળતર મળી શકે તે માટેની લડાઈ છે. ખેડુતના ખેતરમા ઉગેલા પાકના ટેકાનાં ભાવ આપો. આ માંગ સાથે પાછલા ત્રણ વર્ષથી સરકાર સામે લડીએ છીએ. અનામતની વાત કરીએ કે પછી ખેડુતોને ન્યાય આપવાની વાત કરીએ છીએ તો જેલમાં ધકેલી દેવામાં આવે છે.
તેણે કહ્યું કે 182 મીટરની પ્રતિમા પાછળ ત્રણ હજાર કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. એટલે રોજના 12 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. સરદાર પટેલે ક્યારેય નહતું કહ્યું મારી મૂર્તિ પૂજા કરશો. સરદાર પટેલના નામને 2007થ વટાવી ખાવામાં આવે છે. 2007માં લાદ્યું કે પડી જઈશું એટલે સરદાર પટેલનું નામ આગળ ધર્યું. 2012માં લાગ્યું કે પડી જઈશું તો ફરી ખેડુતોને રિઝવવા સરદાર પટેલનું નામ આગળ ધર્યું અને 2017માં તો ચોક્કસ લાગ્યું કે પડી જઈશું તો સરદાર પટેલની પ્રતિમા બનાવવાની જાહેરાત કરી અને 2019માં પણ લોચો થવાના ડરે પ્રતિમા બનાવી દેવામાં આવી. સરદાર પટેલના નામને આ રીતે વટાવી ભાજપ સત્તા પર આવવા રાજનીતિ કરે છે. યાદ રાખજો એક મહિના બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી ધૂળ ખાતી હશે અને કોઈ ડોકાશે નહી.
વિશાળ મેદનીને સંબોધન કરતા યશવંતસિંહાએ કહ્યું કે સરદાર પટેલ અડગ રહ્યા અને દેશને એક કરવાનું કામ કરવાનુ કાર્ય કર્યું.આપણે ભૂલી જઈએ છીએ ખેડુતોની વચ્ચે કામ કરતા હતા અને ખેડુતોના નેતા હતા તે સમયે અંગ્રેજ તાકમાં રહેતા હતા વુલ્સન કંપનીએ ધાક જમાવી હતી અને ખેડાના જેટલા દુધ ઉત્પાદકોનું શોષણ કરતી હતી અને મુંબઈમાં ઊંચા ભાવે વેચતી હતી. આજે પણ આજ સ્થિતિ છે. સરદારે કો-ઓ સોસાયટીની શરૂઆત કરી હતી. નેશનલ ડેરી ડેવલમેન્ટ ઓથરિટીની શરૂઆત કરી હતી. સરદારે ખેડુતોની વાત સાંભળી અને પહેલી કરી પરિણામ આપણી સમક્ષ છે.
તેમણે કહ્યું કે આજની સરકારની નીતિઓ સાથે સરખામણી કરીએ તો દેશનો ખેડુત બેહાલ છે. ખેતી નુકશાન ભોગવી રહી છે. 2104માં ભાજપે ખેડુતો સાથે જે વાયદાઓ કર્યા.ચાર વર્ષ સુધી રાહ જોતા રહ્યા કે ખેડુતોને જે વાયદાઓ કર્યા તે પુરા થાય. પણ ખેડુતોનાવાયદા પુરા થયા નહીં અને આજે ખેડુતો, યુવાઓ પોતાને છેતરાયેલા અનુભવે છે.
તેમણે કહ્યું કે આ સરકાર જૂમલાની સરકાર છે. ગડકરીએ કહ્યું છે કે અમને વિશ્વાસ ન હતો એટલે અનપ શનપ વાયદા કર્યા. સરકાર સમસ્યાઓનું નિરાકરણ નહી કરતા મેં તેમને રામ રામ કરી દીધા.એટલે હાર્દિક પટેલ સાથે જોડાયો પણ નરેન્દ્ર મોદી સાથે નહીં.
તેમણે કહ્યું કે સ્વામી નાથન સમિતિની ભલામણોનો સ્વીકાર કરીશું. દોઢ ગણો ભાવ આપવાની જાહેરાત કરી હતી.હવે પાંચમાં વર્ષે ચૂંટણી નજીક આવતી દેખાતા દોઢ ગણો ભાવ આપવાની જાહેરાત કરી પરંતુ તેમણે છેતરામણી જાહેરાત બની રહી. રાફેલના સોદામાં હજારો-કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે. ચોકીદાર કેવી રીતે શામેલ છે તે પણ પર્દાફાશ કરીશું. આવી સરકારને ઉખાડી ફેંકી દેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.