બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના રૈયા ગામે આયોજીત ચૌધરી સમાજના કન્યા સ્કુલ અને કોલેજ માટે ભુમિપૂજન દરમિયાન ગુજરાત સરકારનાં મંત્રી પરબત પટેલ અચાનક જ સ્ટેજ પર પડી ગયા હતા. આ કાર્યક્રમમાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા. નીતિન પટેલની હાજરીમાં પાણી પુરવઠા મંત્રી પરબત પટેલ પડી જતાં ભારે કુતુહુલતાનું વાતાવરણ નિર્માણ થયું હતું,
ભૂમિપૂજનમાં વિધિ પુરી થયા બાદ મંત્રી પરબત પટેલ ઉભા થઈને જઈ રહ્યા હતા ત્યારે પડી ગયા હતા. હાજર લોકોએ તેમને હાથ પકડીને ઉભા કર્યા હતા. પરબત પટેલ પડી જવાની ઘટનાને સોશિયલ મીડિયા પર ખાસ્સી વાયરલ કરવામાં આવી હતી,
બનાસકાંઠના દિયાદરના રૈયા ગામે ચૌધરી સમાજની કન્યા સ્કુલ અને કોલેજ માટે ભૂમિપૂજનનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, પાણી પુરવઠા મંત્રી પરબત પટેલ અને શંકર ચૌધરી સહિત સ્થાનિક નેતાઓ હાજર રહ્યા હતાં
ભૂમિપૂજનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો તે દરમિયાન વિધિ પૂર્ણ થયા બાદ પરબત પટેલ ચાલતા હતા તે દરમિયાન અચાનક તેઓ ત્યાં પડી ગયા હતાં. પડી જવાના કારણે તેમને નજીવો ઘસરકો થયો હતો. બાકી મંત્રી મહોદયને કોઈ ગંભીર ઈજા પહોંચી ન હતી.