ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીની આખરે જાહેરાત કરવામાં આવી છે. જૂથવાદ અને વિવાદને ખાળવા માટે કમિટીનું કદ અધધ કહી શકાય તેવા પ્રકારનું બન્યું છે.
22 ઉપપ્રમુખ, ખચનચી તરીકે સંદીપ પટેલની નિમણૂંક કરવામાં આવી છે. 43 જનરલ સેક્રેટરી, 11 પ્રવક્તા, 169 સેક્રેટરી, 6 પ્રોટોકોલ સેક્રેટરી, સાત જોઈન્ટ સેક્રેટરી, 48 એક્ઝિક્યુટીવ કમિટી મેમ્બર, કાયમી આમંત્રિત તરીકે 41 મેમ્બર, ખાસ આમંત્રિત તરીકે 54 સહિતનું જમ્બો માળખું જાહેર કરવામાં આવ્યું છે. આમ 300નુ અધધ કહી શકાય તેવું જમ્બો માળખું જાહેર કરવામાં આવ્યું છે. આમેય ગુજરાતમાં પાછલા 25 વર્ષથી સત્તા વિહોણી કોંગ્રેસમાં હોદ્દાઓની લહાણી કરવા સિવાય બીજું કશું જોવા મળી રહ્યું નથી.
જાણો કોને કોને મળ્યું સ્થાન….