ગાંધીનગર મહાનગર પાલિકાના કોર્પોરેટર અને મેયર પ્રવિણ પટેલે આજે મેયર પદેથી રાજીનામું આપી દીધું હોવાનું જાણવા મળ્યું છે. જેને લઇને અનેક તર્ક-વિતર્કો ઉભા થયા છે.
ઉલ્લેખનીય છે કે મૂળ ભાજપના પ્રવિણ પટેલ થોડા સમય અગાઉ કોંગ્રેસમાં ભળ્યા હતા અને પછી કોંગ્રેસની સીટ ઉપર જીતીને વળી પાછા ભાજપમાં ભળી ગયા હતા. ત્યારબાદ તેઓ ગાંધીનગર મહાનગરપાલિકાના કોર્પોરેટર અને મેયર બન્યા હતા તેમણે આજે એકાએક આપતા મહાનગરપાલિકામાં મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે.