ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો સવારે 8 વાગ્યાથી શરૂ થશે. ઉત્તર પ્રદેશમાં 403 વિધાનસભા બેઠકો માટે સાત તબક્કામાં 10 ફેબ્રુઆરી, 14 ફેબ્રુઆરી, 20 ફેબ્રુઆરી, 23 ફેબ્રુઆરી, 27 ફેબ્રુઆરી, 3 માર્ચ અને 7 માર્ચે મતદાન થયું હતું. પંજાબમાં 117 વિધાનસભા બેઠકો માટે 20 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં મતદાન થયું હતું. ઉત્તરાખંડમાં 70 અને ગોવામાં 40 વિધાનસભા બેઠકો માટે 14 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં મતદાન થયું હતું. મણિપુરમાં 60 વિધાનસભા બેઠકો માટે બે તબક્કામાં મતદાન થયું હતું.
પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામ LIVE | |||||
UP (403) | PUNJAB (117) | UK (70) | GOA (40) | MANIPUR (60) | |
BJP+ | 268 | 02 | 48 | 20 | 28 |
SP+ | 130 | 0 | 0 | 0 | 0 |
BSP | 01 | 0 | 02 | 0 | 0 |
INC | 02 | 18 | 18 | 11 | 09 |
AAP | 0 | 92 | 0 | 02 | 0 |
SAD+ | 0 | 04 | 0 | 0 | 00 |
NPP | 0 | 0 | 0 | 0 | 09 |
OTH | 01 | 01 | 02 | 07 | 14 |
પંજાબમાં આમ આદમી પાર્ટીની જીત બાદ હવે અરવિંદ કેજરીવાલ ગુજરાત પર ફોકસ કરશે
– પંજાબ પહેલા મહેલોથી ચાલતું હતું હવે પંજાબ ગામડાઓથી ચાલશે : ભગવંત માન
– પંજાબમાં મોટો ઝટકો, નવજોત સિંહ સિદ્ધુ અમૃતસર પૂર્વથી ચૂંટણી હારી ગયા, બે દિગ્ગજોની લડાઈમાં આપ ફાવ્યું
– એક જ ઝાટકે CM યોગીનું કદ વધી ગયું, ગોરખપુરમાં નારા લાગ્યા કે બનાવીશું દેશના PM
– UP, ઉત્તરાખંડમાં ભલે ભાજપને સત્તા મળી પણ ઉઠાવ્યું પડું છે આ નુક્સાન, અખિલેશને સૌથી વધુ ફાયદો
– ભગવંતનું વધ્યું માન, સમર્થકો જશ્નના મૂડમાં; UPમાં ફરી યોગી સરકાર બનશે
ભૂતપુર્વ CM હરીશ રાવતને લગ્નની વર્ષગાંઠના દિવસે જ મળી કારમી હાર
– આપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ભગવંત માન રેકોર્ડ 45 હજાર વોટથી જીત્યા
– લખનઉના સરોજિનીનગરથી ભાજપના ઉમેદવાર રાજેશ્વર સિંહે મોટી જીતનો દાવો કર્યો
– UPની સૌથી હોટ સીટ કૈરાના પર સપાના નાહિદ હસન 1951 વોટથી આગળ, નાહિદે જેલમાંથી ચૂંટણી લડી
– UPમાં મત ગણતરી દરમિયાન એક કાર્યકર્તાને હાર્ટએટેક આવ્યો
– ભાજપ છોડીને સપામાં સામેલ થયેલા સ્વામી પ્રસાદ મોર્ય ફાઝિલ નગરમાં 10 હજાર વોટોથી પાછળ
– ઉત્તર પ્રદેશની જનતાએ ફરી એકવાર મોદી-યોગીની ડબલ એન્જીન સરકાર પસંદ કરી
– યોગી આદિત્યનાથ ગોરખપુરથી અને અખિલેશ યાદવ કરહાલથી આગળ
– ઉત્તર પ્રદેશમાં ભાજપને આશરે 50 બેઠકનું નુકસાન, ફાયદો અખિલેશને મળ્યો
– ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને ડબલ ડિજિટનો આંકડો પાર કરવામાં પણ ફાંફાં
– ગોવામાં બીજેપીની જીત; પંજાબમાં કેપ્ટન- બાદલ બંને હાર્યા
– મોદી-શાહ-નડ્ડા સાંજે બીજેપી હેડક્વાર્ટર પર વિજયોત્સવ મનાવશે
– સિદ્ધુ-કેપ્ટનનું કરિયર સંકટમાં; સોનુ સુદની રાજકીય ઈનિંગનો પણ ‘ધ એન્ડ’
– રાજનાથ સિંહનો પુત્ર પંકજ સિંહ 59 હજાર મતથી આગળ, સિરાથુમાં કેવશ પ્રસાદ મૌર્ય 2 હજાર મતથી પાછળ
– મણિપુરમાં ભાજપ 29 અને કોંગ્રેસ 10 બેઠક પર આગળ, CM એન બિરેન સિંહ લગભગ 15 હજાર મતથી આગળ
– પણજીથી પૂર્વ સીએમ પર્રિકરના પુત્ર ઉત્પલની હાર, રુઝાનમાં ભાજપ 19 અને કોંગ્રેસ + 12 બેઠક પર આગળ
– કેપ્ટન અમરિંદર 13 હજાર અને સુખબીર બાદલ 12 હજાર વોટથી હાર્યા
-ભાજપને બહુમત, પણ 50 સીટોનું નુકસાન; અખિલેશને 66 સીટોનો ફાયદો
-પટિયાલા સીટથી હાર્યા કેપ્ટન અમરિન્દર, યુપીમાં બીજેપી 36 વર્ષનો રેકોર્ડ તોડવા તરફ આગળ વધી; ગોવા-પંજાબ-મણિપુરમાં ફરી કોંગ્રેસની હાર
રાજકીય ગણિત / દેશની 50 ટકા વસતી પર ભાજપનું શાસન, 18 રાજ્યોમાં મોદી સરકારનો દબદબો
– ઉત્તરાખંડના લાલકુઆં વિધાનસભા સીટથી પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા હરીશરાવત અંદાજે 10 હજાર મતથી પાછળ
– યુપીમાં બીજેપી 270ને પાર, ફરી બનાવશે બહુમતીની સરકાર; ગોવા-પંજાબ-મણિપુરમાં ફરી કોંગ્રેસની હાર
– ભાજપ સૌથી મોટી પાર્ટી : ગોવામાં કોંગ્રેસ રહી ગઈ પાછળ, મનોહર પર્રિકરના દીકરાને લાગશે ઝટકો
– મણિપુર / કોના મુગટમાં શોભશે આ પૂર્વોત્તરનું રત્નમણિ? અત્યારે છે કોંગ્રેસી મૂળના ભાજપી નેતાના હાથમાં સુકાન!
– ગોવા / નાના રાજ્યનો મોટો જંગ, પારિકર પરિવારની અવગણના ભાજપને પડશે ભારે?
– ઉત્તરાખંડમાં સરકાર રિપીટ ના થવાની માન્યતા તોડી ભાજપે, રુઝાનમાં BJPને સ્પષ્ટ બહુમતી મળી
– રુઝાનોમાં આપને બહુમતી; ભગવંત માનના ઘરની સુરક્ષા વધારાઈ, મુખ્યમંત્રી ચન્ની ઝડપથી રાજીનામું આપે તેવી શક્યતા
– મોદી-યોગીની ડબલ એન્જિન સરકાર ફરી હીટ, BJP 265 સીટો પર આગળ; સપા 131 અને બસપા 3 સીટો પર આગળ
– કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય લલ્લુ યુપીની તમકુહી રાજ બેઠક પરથી પાછળ, કોંગ્રેસને મોટો ઝટકો
– ઉત્તરાખંડ : મુખ્યમંત્રી નથી પુરા કરી શકતા પાંચ વર્ષ : ઉત્તર પ્રદેશમાંથી અગલ પડેલા રાજ્યનો અલગ છે રાજકીય ઈતિહાસ, ભાજપ ઇતિહાસ બદલશે
– બેટલગ્રાઉન્ડ પંજાબ / તમામ મુખ્ય હીરોને પડતા મુકીને પ્રજા પસંદ કરશે સાઈડ સ્ટારને?
– પંજાબની સૌથી હોટ સીટ અમૃતસર પૂર્વમાં બે દિગ્ગજની લડાઈમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીવન જ્યોત કૌર ફાવી ગયા, સિદ્ધુને લાગ્યો ઝટકો
– SP નેતા સ્વામી પ્રસાદ મૌર્ય યુપીની ફાઝીલનગર વિધાનસભા બેઠક પરથી સતત પાછળ, ભાજપને હરાવવા નીકળ્યા હતા હવે ખુદ હારશે
– યોગી આદિત્યનાથ ગોરખપુર વિધાનસભા બેઠક પરથી 16000 મતોથી આગળ
– ઉત્તરાખંડની લાલ કુઆન વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હરીશ રાવત 9966 મતોથી પાછળ
બાબા રિટર્ન ! ટ્રેન્ડમાં BJPનું તોફાન, BSP અને કોંગ્રેસ નીચેથી નંબર વનની રેસમાં
– પંજાબમાં આપના કાર્યાલય પર ઉજવણીની શરૂઆત, અહીં બની રહી છે જલેબીઓ
– શિરોમણી અકાળી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાજલ જલાલાબાદ વિધાનસભા સીટથી પાછળ
– યુપીમાં સપા ભાજપ કરતાં ઘણી પાછળ રહી ગઈ, પંજાબમાં AAPની સામે તમામ પાર્ટીઓ સાફ
– પંજાબમાં ‘આમ આદમી પાર્ટી’ની સરકાર બની, તો હરપાલ સિંહ ચીમાને મળી શકે છે ડેપ્યુટી સીએમ પદ
– ઉત્તરપ્રદેશમાં 36 વર્ષ પછી પહેલીવાર સતત બહુમતની સરકાર રિપીટ થઈ રહી છે
– મોટો ઉલટફેર : પંજાબમાં ચન્ની, ઉત્તરાખંડમાં ધામી અને ગોવામાં પ્રમોદ સાવંત પાછળ છે
– BJP યુપીમાં ઈતિહાસ સર્જશે, 36 વર્ષ પછી સતત બીજી વખત બહુમતીથી સરકાર બનાવશે; ચન્ની ટૂંક સમયમાં આપશે રાજીનામું
– ટ્રેન્ડમાં BJPની બાદશાહત યથાવત, ફરીથી 4 રાજ્યોમાં લહેરાશે ભગવો
– ભાજપને હરાવવા નીકળેલા મોર્યને જ સીટ બચાવવાના ફાંફા, રાજનાથસિંહનો દીકરો આગળ
– ગાંધી પરિવારના ગઢમાં ગાબડા : અમેઠી અને રાયબરેલીમાં ભાજપ જીતશે, સંજયસિંહ અને અદિતિસિંહ સોનિયાને આપશે ઝટકો
-આપનું ઝાડું ફર્યું : દેશના સૌથી મોટી ઉંમરના ઉમેદવાર પ્રકાશસિંહ બાદલ હારશે, ચન્ની, અમરિંદર અને સિદ્ધુનું રાજકારણ પુરૂ
– યુપીની જેવર વિધાનસભા બેઠક પર પ્રથમ રાઉન્ડની મતગણતરી બાદ ભાજપના ઉમેદવાર ધીરેન્દ્ર સિંહ 2496 મતોના તફાવત સાથે પ્રથમ સ્થાને
-ગોવામાં ફરી એકવાર ભાજપ આગળ નિકળ્યુ, કોંગ્રેસને લાગ્યો મોટો ઝટકો
– પંજાબમાં કોંગ્રેસનો ગઢ ગણાતી મોગા બેઠક પર ફિલ્મ અભિનેતા સોનુ સૂદની બહેન માલવિકા સૂદ પાછળ, કોંગ્રેસને મોટો ઝટકો
– Uttarakhand Election Results : ફરી સત્તામાં આવશે ભાજપ, સીએમ પુષ્કરસિંહ ધામીની સીટ ભાજપ માટે ચિંતાનો વિષય
– યુપીમાં બીજેપી 250ને પાર, ઉત્તરાખંડ-ગોવામાં પણ બને છે બીજેપીની સરકાર, પંજાબમાં આપનું ઝાડુ ફરી વળ્યું
– યુપીના ટ્રેન્ડમાં ફરી ‘યોગી-યોગી’, અખિલેશની સાઇકલ દોડી પણ મંઝીલથી દૂર
– 5માંથી 4 રાજ્યોમાં ભાજપ બહુમત તરફ, 3 રાજ્યોના સીએમને સીટ બચાવવાના ફાંફા
– અમરિન્દર, સિદ્ધું અને સીએમ ચન્નીના ભવિષ્ય પર લટકતી તલવાર, પંજાબમાં આપનો જલવો
UP Election Result Live: ભાજપને હરાવવા નીકળેલા મોર્યને જ સીટ બચાવવાના ફાંફા, રાજનાથસિંહનો દીકરો આગળ
– શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલ જલાલાબાદ વિધાનસભા બેઠક પરથી પાછળ ચાલી રહ્યા છે.
– ફિલ્મ અભિનેતા સોનુ સૂદની બહેન માલવિકા સૂદ મોગા વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર સામે પાછળ ચાલી રહી છે.
– દેશના સૌથી જૂના ઉમેદવાર અને પંજાબના પાંચ વખતના મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ લાંબી વિધાનસભા મતવિસ્તારના આમ આદમી પાર્ટીના ઉમેદવારથી બીજા રાઉન્ડમાં 1400 મતોથી પાછળ છે.
– ઉત્તરાખંડના લાલકુઆં સીટથી કોંગ્રેસના હરીશ રાવત પાછળ ચાલી રહ્યા છે. જ્યારે અહીં પણ બીજેપીને બહુમતી જોવા મળી રહી છે
– યુપી-ઉત્તરાખંડ-ગોવામાં બીજેપી સરકાર, પંજાબમાં આપનું ઝાડુ ફરી વળ્યું; ધામી-ચન્ની-સિદ્ધુ-સાવંત પાછળ પડ્યા
-પંજાબમાં આપનું ઝાડું ચાલ્યું, નવી બનશે AAP ની સરકાર, બેની લડાઈમાં ત્રીજાનો વિજય થયો
– પંજાબ સિવાય 4 રાજ્યોમાં ભાજપ સરકાર બનાવે તેવી પ્રબળ સંભાવના, પીએમ મોદી આજે સાંજે દિલ્હી બીજેપી ઓફિસની મુલાકાત લઈ શકે છે.
– BJP ઉમેદવાર અદિતિ સિંહ 50000 થી વધુ મતોના માર્જિનથી જીતે તેવી શક્યતા
– યુપીની રાયબરેલી વિધાનસભા સીટ પર પ્રથમ રાઉન્ડની મતગણતરી બાદ ભાજપના ઉમેદવાર અદિતિ સિંહ 1419 મતોના તફાવત સાથે પ્રથમ સ્થાને
– યુપીમાં વન વે યોગીની જીત, સપા અને ભાજપ વચ્ચે અંતર મોટું વધ્યું
પંજાબમાં કોંગ્રેસ સરકારના સૂપડા સાફ, ચૂંટણી પંચના ટ્રેન્ડિંગના આંકડા આવ્યા સામે, 117માંથી 100 બેઠકના ટ્રેન્ડિંગના આંકડા, આમ આદમી પાર્ટીને 75 બેઠક પર સરસાઇ, કોંગ્રેસ 13, ભાજપ 3 બેઠક પર આગળ
-પ્રાથમિક રુઝાનમાં પંજાબમાં આપ આગળ વધતા ભગવંત માનના ઘરની બહાર સમર્થકોની ભીડ ભેગી થઈ ગઈ
– પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ લોક કોંગ્રેસના અધ્યક્ષ કેપ્ટન અમરિંદર સિંહ આમ આદમી પાર્ટીથી અજીત પાલ કોહલીથી 3300 વોટથી પાછળ
– મંત્રી સિદ્ધાર્થનાથ સિંહે કહ્યું- વિપક્ષ ઈવીએમને લઈને અફવાઓ ફેલાવી રહ્યો છે
– પંજાબનાં પરિણામમાં AAP બહુમતિ તરફ, સિદ્ધુ અને ચન્ની બંને પાછળ થઈ ગયા
– ઉત્તરપ્રદેશનાં પરિણામોનાં વલણમાં ભાજપ બહુમતિને પાર કરી ગયુ
-પંજાબ વિધાનસભા ચૂંટણી પરિણામો: આમ આદમી પાર્ટી અત્યાર સુધી 64 સીટો પર આગળ,કોંગ્રેસ 37 પર આગળ
અકાલી દળના મજીઠિયા પોતાની સીટ પર આગળ, પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્ની બંને સીટો પર પાછળ, ત્રીજા નંબર પર નવજોત સિંહ સિદ્ધુ ,અમરિન્દર સિંહ પાછળ છે, પ્રકાશ સિંહ બાદલ પણ પાછળ છે.
-ગોવામાં ભાજપથી આગળ નિકળી કોંગ્રેસ, પંજાબમાં AAP તો ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશમાં ભાજપની બલ્લે બલ્લે
– પ્રતાપગઢની કુંડા વિધાનસભા સીટ પરથી રાજા ભૈયા પાછળ ચાલી રહ્યા છે. કુંડા બેઠક પરથી ભાજપે સિંધુજા મિશ્રા (સિંધુજા મિશ્રા સેનાની) અને કોંગ્રેસે યોગેશ યાદવ (યોગેશ કુમાર)ને મેદાનમાં ઉતાર્યા છે.
– યુપીની દેવરિયા વિધાનસભા બેઠક પરથી ભાજપના શલભમણિ ત્રિપાઠી આગળ ચાલી રહ્યા છે.
– પશ્ચિમ યુપીની કૈરાના વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મૃગંકા સિંહ પાછળ ચાલી રહ્યા છે.
– ચન્નીએ આ વખતે ચમકૌર સાહિબ, ભદૌર સીટથી ચૂંટણી લડી હતી
– યુપીમાં બીજેપીને બમણી સીટો મળી, પંજાબમાં આપનું વાવાઝોડું, ઉત્તરાખંડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટક્કર
– પંજાબના આગામી ‘સરદાર’ કોણ હશે, તે થોડા કલાકો પછી ખબર પડશે
– CM ચન્નીને આંચકો, બંને બેઠકો પર પાછળ, સિદ્ધુ અમૃતસર પૂર્વ બેઠક પરથી ત્રીજા નંબરે સરકી ગયા
-કેશવ પ્રસાદ મૌર્ય સિરાથુ બેઠક પરથી પાછળ, કરહલથી અખિલેશ યાદવ આગળ
– લખનઉથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજેશ્વર સિંહએ મતગણતરી પહેલાં મંદિર પહોંચીને પૂજા-અર્ચના કરી હતી. રાજેશ્વર સિંહે ચૂંટણી પહેલાં જ બીજેપીમાં જોડાયા હતા
– UPમાં ફરી લહેરાશે BJPનો ભગવો? પંજાબમાં આમ આદમી બની શકે છે મોટી પાર્ટી
– 5 વલણમાં ભાજપ બહુમતીની નજીક, કેશવ પ્રસાદ મૌર્ય સિરાથુ બેઠક પરથી પાછળ
– ઉત્તરાખંડના વલણોમાં ભાજપને બહુમતી, કોંગ્રેસ 29 બેઠકો પર આગળ
-સુજાનપુરથી ભાજપના દિનેશ સિંહ આગળ ચાલી રહ્યા છે
– સુનમથી આમ આદમી પાર્ટીના અમન અરોરા આગળ ચાલી રહ્યા છે.
– Goa Election Result 2022: ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આરપારની લડાઈ
– ટ્રેન્ડસમાં ઉત્તર પ્રદેશમાં ભાજપની ડબલ સેન્ચુરી
– અકાલી દળના સુખબીર સિંહ બાદલ જલાલાબાદથી આગળ
– AAP 37 સીટો પર અને કોંગ્રેસ 21 સીટો પર આગળ ચાલી રહી છે.
– મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેન સિંહ મંદિરે પહોંચ્યા
– પરીક્ષા હજુ બાકી છે, સમય આવી ગયો છે હવે નિર્ણયનો, અખિલેશનું આવ્યું ટ્વીટ
– UPમાં બીજેપી-સપા વચ્ચે કાંટાની ટક્કર, ગોવામાં કોંગ્રેસ 40માંથી 20 સીટ પર આગળ; પંજાબમાં ‘આપ’ બહુમત નજીક
– 5 રાજ્યોમાં મતગણતરી શરૂ, પ્રાથમિક વલણમાં કોંગ્રેસ-બસપાને ઝટકો, ભાજપાની મજબૂત શરૂઆત
– મણીપુરમાં પણ ભાજપ આગળ, ઉત્તર પ્રદેશમાં તો વન વે આગળ
-ભાજપનો ઉત્તરપ્રદેશમાં શાનદાર દેખાવ યથાવત
સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન રામપુરથી આગળ
-ભાજપે એકવાર 110 સીટોના આંકડાને સ્પર્શ કર્યો
-મૈનપુરીની કરહાલ સીટથી અખિલેશ યાદવ આગળ ચાલી રહ્યા છે
પંજાબમાં સુખબીર બાદલ અને યુપીમાં અખિલેશ આગળ
– ભદૌર સીટ પરથી પંજાબના સીએમ ચન્ની પાછળ
-રાયબરેલીથી બીજેપી ઉમેદવાર અદિતિ સિંહ આગળ, યુપીના કાયદા મંત્રી બ્રજેશ પાઠક લખનૌ કેન્ટથી આગળ
– મૈનપુરીની કરહાલ સીટથી અખિલેશ યાદવ આગળ
– ભાજપે ટ્રેન્ડમાં 100નો આંકડો પાર કર્યો
– તમામ મતગણતરી કેન્દ્રો પર લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
– પંજાબમાં કોંગ્રેસ અને આપ વચ્ચે ટક્કર છે જ્યારે ગોવામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટક્કર થવાની શક્યતા દેખાઈ રહી છે.
– ગોવામાં ભાજપ 10 સીટો પર આગળ છે જ્યારે કોંગ્રેસ 8 સીટો પર આગળ
– યોગી સરકારના મંત્રી સિદ્ધાર્થનાથ સિંહ પાછળ છે
-ગોવામાં સ્થિતિ પલટાઈ ગઈ છે અને કોંગ્રેસને બહુમતી મળતી દેખાઈ રહી છે
– વર્ષ 2024ની લોકસભા ચૂંટણીની દશા અને દિશા નક્કી કરનારા એવા પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોની મતગણતરી શરૂ
– ગોવામાં પરિસ્થિત બદલાઈ, 40 બેઠકોમાંથી 20 બેઠક પર કોંગ્રેસ આગળ
– ગોવામાં કોંગ્રેસ 8 બેઠક પર આગળ
– યુપીની જનતાએ સમાજવાદી પાર્ટીને નકારી કાઢી
– આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર ભગવંત માને સંગરુરમાં ગુરુદ્વારા ગુરસાગર મસ્તુઆના સાહિબમાં પૂજા અર્ચના કરી
– મતગણતરી કેન્દ્રો પર ત્રણ સ્તરીય સુરક્ષા ગોઠવવામાં આવી
– કોંગ્રેસના વરિષ્ઠ નેતા હરીશ રાવતે કહ્યું, “એકવાર મેં 48 બેઠકો જીતવાની વાત કરી હતી, કેટલીક બેઠકો તેની આસપાસ આવશે. અમને કોઈ પણ પ્રકારની ચિંતા નથી
– ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે પણજીના દત્ત મંદિરમાં પૂજા અર્ચના કરી
– 5 રાજ્યોમાં મતગણતરી શરૂ, પ્રાથમિક વલણમાં કોંગ્રેસ-બસપાને ઝટકો, ભાજપાની મજબૂત…
– ટ્રેન્ડસમાં પંજાબમાં સીએમ ચન્ની બંને બેઠકો પર આગળ
– આગામી લોકસભા ચૂંટણી પહેલાનો સૌથી મોટો જનાદેશ
-પૂર્વોત્તરના રાજ્ય મણિપુરમાં પણ ભાજપને સ્પષ્ટ બહુમતિ મળશે
– ઉત્તરાખંડ અને ગોવા એમ બંને રાજ્યોમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર ર
– પંજાબમાં આપને બહુમતિ મળશે તો દેશની રાજનીતિમાં અરવિંદ કેજરીવાલનું કદ વધશે
– ઉત્તર પ્રદેશમાં સિરાથું બેઠક પર કેશવ પ્રસાદ મોર્ય આગળ
– ટ્રેન્ડમાં ઉત્તર પ્રદેશમાં ભાજપ સૌથી આગળ
– બંગાળ ચૂંટણી/ બીજેપીની બી ટીમ હતું ચૂંટણીપંચ, પ્રશાંત કિશોરે ઈસી પર આકરી પ્રતિક્રિયા આપી
– બંગાળમાં જીત બાદ મમતાનું પ્રથમ નિવેદન, કોરોનાને હરાવવો એ મારી પ્રાથમિકતા
– હાલત ખરાબ/ આ રાજ્યમાં તો ભાજપનું ખાતુ ખૂલે તો પણ સારું, મોદી અને શાહના ગણિતો અહીં થયા ફેલ
– નંદીગ્રામ બેઠક પરથી મમતા બેનર્જીની 1200 મતથી થઈ જીત, શુભેન્દું અધિકારીને આપી માત
-17મા અને છેલ્લા રાઉન્ડમાં મમતા બેનરજી આગળ થયા, ખરાખરીનો જંગ
-મમતા બેનરજી છેલ્લા રાઉન્ડમાં 820 મતોથી આગળ, શુભેન્દુ અધિકારી પાછળ
– સ્ટાલિન અને મમતાને જીતાડનાર ચૂંટણીના ચાણક્ય પ્રશાંત કિશોરે લીધો સંન્યાસ, હવે નહીં ગોઠવે ચૂંટણીના સમીકરણો
– 8000 વોટથી આગળ મમતાની શુભેન્દુ અધિકારીએ લીડ કાપી, હવે 6 વોટ આગળ, હવે છેલ્લો રાઉન્ડ
– મમતા ભાજપાના શુભેન્દુથી ફરી 2500 મતથી આગળ; બંગાળમાં જીતનાર પાર્ટીનો 200+ સીટો મળવાનો ટ્રેન્ડ યથાવત્
– તમિલનાડુમાં કરૂણાનિધિ અને જયલલિતા પછી હવે સ્ટાલિન દ્રવિડ રાજનીતિના સૌથી મોટા હીરો
– શુભેન્દુ અધિકારીએ મમતાની ઉંઘ હરામ કરી, ફરી 4000 વોટથી થઈ ગયા આગળ
– પશ્ચિમ બંગાળમાં હાલમાં TMC 207 સીટ પર આગળ ચાલી રહી છે, ભાજપ 83 બેઠક પર આગળ છે. ભાજપનાં શુભેન્દુ અધિકારી 2700 વોટથી પાછળ ચાલી રહ્યા છે.
– DMKનાં ઉદયનિધિ સ્ટાલિન હાલમાં ચેપુક-તિરૂવલ્લિકેની બેઠક પરથી આગળ
– બંગાળમાં ભાજપાની ‘ભાંજગડ’ નહીં, મમતાની ‘માયા’ છવાઈ, ટીએમસીએ મારી હેટ્રિક
– UPનાં પૂર્વ મુખ્યપ્રધાને ટ્વીટ કરીને જણાવ્યું છે કે જનતાએ ભાજપને જડબાતોડ જવાબ આપ્યો
– કેરળની પલક્કડ સીટથી ભાજપા ઉમેદવાર મેટ્રોમેન ઈ. શ્રીધરન આગળ ચાલી રહ્યા છે
– મોરવા હડફની પેટાચૂંટણીમાં ભાજપનો વિજય થયો
– સૌથી મોટા સમાચાર, નંદીગ્રામમાં મમતા બેનરજીએ શુભેન્દુ અધિકારીની લીડ કાપી થયા આગળ
-બંગાળમાં તૃણમૂલ, કેરળમાં LDF અને આસામમાં ભાજપા સરકાર
– 1972થી અત્યાર સુધી વીતેલા 49 વર્ષમાં બંગાળમાં આ 11મી ચૂંટણી છે અને જે પાર્ટી જીતી રહી છે, તેનો 200+ સીટોનો ટ્રેન્ડ યથાવત્
-પશ્ચિમ બંગાળમાં 1.5% વોટિંગ ઓછું થયું હતું અને તૃણમૂલ કોંગ્રેસ માટે એ ચિંતાજનક હતું
– બંગાળમાં ભાજપાએ સ્વીકારી હારઃ પરંતુ ખુદ મમતા નંદીગ્રામમાં પાછળ, બંગાળમાં જીતનાર પાર્ટીને 200+ સીટો મળવાનો ટ્રેન્ડ યથાવત્
– બંગાળમાં મોદી અને શાહના વાવાઝોડું ન ચાલ્યું ટીએમસી 207 બેઠકો પર આગળ
તમિલનાડુમાં કોઈમ્બટૂરથી ચૂંટણી લડી રહેલા અભિનેતા કમલ હાસન આગળ, તમિલનાડુમાં પાછલા 10 વર્ષથી AIADMK સત્તા પર
– બંગાળમાં ટોલીગંજથી ભાજપા સાંસદ અને કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો 11000 વોટથી પાછળ
– કેરળમાં પિનરાઈ વિજયનની LDF ઈતિહાસ રચી શકે છે. ફરીથી સરકાર બનાવશે, શરૂઆતી પરિણામમાં LDF 91, UDF 46, NDA 2 સીટ પર આગળ
– તમિલનાડુમાં શરૂઆતનાં પરિણામમાં DMKને બહુમત, સમર્થકોએ ઉજવણી શરૂ કરી
– ભાજપાના બાબુલ સુપ્રિયો, લોકેટ ચેટરજી અને સ્વપ્ન દાસગુપ્તા પાછળ
– બંગાળમાં તૃણમૂલની હેટ્રિક, પરંતુ ખુદ મમતા નંદીગ્રામમાં પાછળ, રાજ્યમાં 49 વર્ષમાં બીજીવાર આવા પરિણામો
– બંગાળનાં નંદીગ્રામમાં ત્રીજો રાઉન્ડ પુરા થતા સુધીમાં મમતા બેનર્જી 7000 મતથી પાછળ, ભાજપનાં શુભેન્દુ અધિકારી આગળ, મમતા બેનર્જી ત્રીજા રાઉન્ડમાં વધારે પાછળ થઈ ગયા
– બંગાળમાં મમતાના ગઢ સમાન ભવાનીપુરથી ટીએમસીના ઉમેદવાર આગળ
– ચૂંટણીપંચના આંક અનુસાર ભાજપ બંગાળમાં 79 સીટો પર આગળ, ઘણા દિગ્ગજો હારશે
– બંગાળમાં દિગ્ગજ નેતાઓને ઝટકો, ચૂંટણીપંચના આંકડા પ્રમાણે ટીએમસી 160 સીટો પર આગળ, કોંગ્રેસ અને ડાબેરી એક પણ બેઠક પણ નથી આગળ
– બંગાળની ચુંચુડડા સીટથી ભાજપા સાંસદ લોકેટ ચેટરજી પાછળ રહી ગયા, અગાઉ તેઓ આગળ ચાલી રહ્યા હતા
-શરૂઆતના વલણોમાં તૃણમૂલને સ્પષ્ટ બહુમતી 191સીટો પર આગળ, પરંતુ નંદીગ્રામમાં મમતા ભાજપાના શુભેન્દુથી પાછળ
– આસામમાં ફરી એક વાર કમળ ખીલતું હોય એવું વલણો પરથી લાગી રહ્યું છે. વલણોમાં એનડીએ બહુમતના આંકડાને પાર કરી ગયું છે.
-બંગાળની આસનસોલ સીટથી તૃણમૂલના સયાની ઘોષ આગળ, ભાજપાના અગ્નિમિત્રા પૉલ પાછળ
-પશ્ચિમ બંગાળમાં નંદીગ્રામમાં પ્રથમ રાઉન્ડની ગણતરી સમાપ્ત, ભાજપાના શુભેન્દુ અધિકારીએ 1500 વોટની સરસાઈ બનાવી, મમતા બેનરજી પાછળ
-બંગાળના ટોલીગંજથી ભાજપાના બાબુલ સુપ્રિયો પાછળ રહી ગયા છે, અગાઉ તેઓ આગળ ચાલી રહ્યા હતા
– વલણોમાં તૃણમૂલને મોટું નુકસાન, ભાજપાને જોરદાર ટક્કર આપી રહી છે, નંદીગ્રામમાં પાછળ છે મમતા
અસમમાં ભાજપ માટે સત્તા વાપસી એ હી ચેલેન્જ, કોંગ્રેસનાં તો સૂપડાં સાફ
– અસમમાં ભાજપ વનવે આગળ, ભાજપ 76 તો કોંગ્રેસ 41 સીટો પર આગળ
– એક્ઝિટ પોલ સાચો ઠર્યો તો પાંડેચરીમાં ગઠબંધનની સરકાર રચાશે
-અસમ અને પાંડેચરીમાં શરૂઆતી રૂઝાનમાં એનડીએ આગળ, 12 સીટોના રૂઝાનમાં એનડીએ 8 સીટો પર આગળ
-અસમ અને પાંડેચરીમાં સરકાર બનાવશે એનડીએ, સત્તા વાપસી
– સ્ટાલિનને તામિલનાડુમાં મોટો ફાયદો, 100થી વધારે સીટો પર આગળ નીકળ્યા
-તામિલનાડુમાં સત્તાધારી પાર્ટી સાથે ગઠબંધન ધરાવતી પાર્ટીની હાર, ડીએમકે આગળ
– બંગાળમાં ટીએમસીએ બહુમતથી વધારે સીટો પર આગળ, ભાજપને ફાયદો પણ સત્તા નહીં
5 રાજ્યોની ચૂંટણીમાં મોદી અને શાહના બંગાળમાં ધમપછાડા ફળ્યા પણ સત્તા તો ટીએમસી પાસે રહેશે
– મોટા સમાચાર / 5માંથી 2 રાજ્યોમાં ભાજપને ઝટકો, તામિલનાડુ અને બંગાળમાં નહીં હાથમાં સત્તા
મોટા સમાચાર / 5માંથી 2 રાજ્યોમાં ભાજપને ઝટકો, તામિલનાડુ અને બંગાળમાં સત્તા ગુમાવશે
– ભાજપના ગઠબંધન ધરાવતી સરકાર થશે ઘરભેગી, ભાજપને દક્ષિણમાં ઝટકો
– તામિલનાડુમાં સ્ટાલિન અને ઉદયનિધીની જોડીને મળી જોરદાર સફળતા
– જયલલિતા અને એમ કરૂણાનીધિના મોત બાદ પ્રથમ ચૂંટણી
– તામિલનાડુમાં 234 સીટમાંથી ડીએમકે 100થી વધુ સીટો પર વન વે આગળ
-તામિલનાડુમાં સત્તાધારી એઆઈડીએમકે-બીજેપી ગઠબંધનને મોટો ઝટકો
– તામિલનાડુમાં સત્તા પરિવર્તનનો પવન, ડીએમકે જીત તરફ
– નંદીગ્રામ સીટ પર શરૂઆતી સમયનાં જે પરિણામ આવી રહ્યા છે તેમાં 3460 મતથી મમતા બેનર્જી પાછળ ચાલી રહ્યા છે. હાલનાં સમયમાં ભાજપ અને ટીએમસી વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે
– આસામમાં સીએમ પાછળ ચાલી રહ્યાં હોવાથી ભાજપને ઝટકો
– ભાજપ માટે તાજ બચાવવો એ હતો સૌથી મોટી મુશ્કેલી, યુપીએ માટે સત્તામાં વાપસીની હતી ચેલેન્જ
– આસામમાં ભાજપ 51 સીટો પર આગળ થતાં ભાજપમાં આનંદનો માહોલ
– આસામમાં ભાજપ વન વે આગળ, મોદી અને શાહ માટે ખુશખબર
– બંગાળ : ટોલીગંજ બેઠક પરથી બાબુલ સુપ્રીયો પાછળ
– કેરળમાં ભાજપનાં સૂપડાં સાફ, વિજય પિનરાઈ ફરી બનશે સીએમ
-કેરળમાં યુડીએફ 50 સીટો પર હાલમાં ચાલી રહી છે આગળ
– કેરળમાં ભાજપ માત્ર 2 સીટ પર જ આગળ
– કેરળમાં ભાજપનો મેટ્રોમેનને ઉતારવાનો દાવ ન થયો સફળ
– કેરળમાં હાલના શરૂઆતી રૂઝાનમાં વિજય પિનરાઈની પાર્ટી 81 બેઠકો પર આગળ
-કેરળમાં વન વે લેફ્ટ આગળ વિજય પિનરાઈ ફરી બનશે સીએમ
– 5 રાજ્યોની 822 સીટોમાં નંદીગ્રામની સીટ પર મમતા પાછળ એ સૌથી મોટા સમાચાર
– આસામમાં ભાજપ આગળ પણ સીએમ સોનેવાલ હાલમાં પાછળ
– બંગાળમાં મમતાની પાર્ટી આગળ પણ નંદીગ્રામથી શુભેન્દ્રુ અધિકારી આગળ, મમતાને આપી રહ્યાં છે જોરદાર ટક્કર
– તામિલનાડુમાં એઆઈએડીએમકી અને બીજેપી ગઠબંધનથી ડીએમકે આગળ નીકળી, સ્ટાલિન અને ઉદયનિધીની વધી લીડ
– તારકેશ્વરથી ભાજપનાં સ્વપન દાસ ગુપ્તા પાછળ ચાલી રહ્યા છે. તેમની રાજ્યસભા સદસ્યતા પર પણ સવાલ ઉઠી રહ્યા છે
– 5 રાજ્યોની ચૂંટણીમાં આસામ અને બંગાળના મુખ્યમંત્રીઓ હાલમાં પાછળ
– આસામમાં મુખ્યપ્રધાન સર્બાનંદ સોનોવાલ હાલમાં પોસ્ટલ બેલેટમાં પાછળ ચાલી રહ્યા છે. તે માજોલી બેછક પરથી લડી રહ્યા હતા. આ સિવાય NDA-17, UPA-12 બેઠક પર આગળ
– કેરળમાં પિનરાઇ વિજયન ફરી એકવાર ખુરશી સંભાળી શકે છે, બીજેપીની કોઈ અસર જોવા ન મળી
– બંગાળમાં છતના બેઠક પરથી ભાજપ આગળ, નંદીગ્રામ બેઠક પર શુભેન્દુ અધિકારી 15 હજાર વોટથી આગળ
-પશ્વિમ બંગાળમાં બારાસાત બેઠક પરથી ટીએમસી આગળ
-13 રાજ્યોની 4 લોકસભા સીટો અને 13 વિધાનસભા સીટો પર યોજાયેલી પેટાચૂંટણીની મતગણતરી શરુ
– કેરળમાં લેફ્ટને બહુમત મળતું હોય એવું પ્રારંભિક વલણોમાં લાગી રહ્યું છે. લેફ્ટ 77 સીટો પર આગળ છે તો બીજી તરફ કોંગ્રેસ 60 સીટો પર આગળ
– આસામમાં મતગણતરી કેન્દ્ર પાસે ટ્રકમાંથી મળ્યા EVM, ઉમેદવારોની સામે જ થઈ તપાસ
-બંગાળનાં પોસ્ટલ બેલેટ પરિણામમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, BJP-63, TMC-69
-હાઇ પ્રોફાઇલ સીટ નંદીગ્રામમાં સુવેન્દુ અધિકારી આગળ ચાલી રહ્યા છે. મમતા બેનર્જી પાછળ ચાલી રહ્યાં છે. નોંધનીય છે કે હજુ માત્ર પોસ્ટલ બેલેટની ગણતરી થઈ રહી છે.
– કેરળમાં શરૂઆતી પરિણામમાં LDF આગળ જોવા મળી રહી છે. તે 20 બેઠક પર આગળ છે જ્યારે કે 14 સીટ પર કોંગ્રેસ આગળ જોવા મળી રહી છે.
-બંગાળનાં પોસ્ટલ બેલેટ પરિણામમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, BJP-63, TMC-69
-પાંચ રાજ્યોમાં મતગણતરી ચાલુ, બંગાળમાં પ્રારંભિક વલણોમાં જોરદાર ટક્કર
-બંગાળની નંદીગ્રામ સીટ પરથી મમતા બેનર્જી આગળ
-પોંડિચેરીમાં 4 UPA અને BJP-1 પર પોસ્ટલ બેલેટમાં આગળ
-આસામમાં BJP-15 અને CONG-10 બેઠક પર આગળ
– ટોલીગંજથી ભાજપનાં ઉમેદવાર બાબુલ સુપ્રિયો આગળ ચાલી રહ્યા છે
– આસામમાં BJP-15 અને CONG-10 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. જો કે આ પરિણામ પોસ્ટલ બેલેટથી આવી રહ્યા છે.
– બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચે ખરાખરીનો જંગ, બંને એકબીજાને આપી રહ્યાં છે કાંટે કી ટક્કર
– 13 રાજ્યોની 4 લોકસભા સીટો અને 13 વિધાનસભા સીટો પર યોજાયેલી પેટાચૂંટણીની મતગણતરી શરુ થઈ ગઈ છે. લોકસભા સીટની વાત કરીએ તો કેરળની મલ્લપરમ અને તમિલનાડુની કન્યાકુમારી સીટ પર 6 એપ્રિલે મતદાન થયું હતું.
-આસામમાં NDA આગળ
બંગાળમાં પોસ્ટલ બેલેટનાં પરિણામમાં બંગાળમાં TMC 50 , BJP 52 બેઠક પર આગળ
-આસામમાં ભાજપ-4 અને કોંગ્રેસ 3 બેઠક પર આગળ
પોસ્ટલ બેલેટનાં પરિણામમાં બંગાળમાં TMC 42 , BJP 40 બેઠક પર આગળ
-બંગાળમાં પોસ્ટલ બેલેટમાં લેફ્ટનું ખાતુ ખુલ્યુ, TMC-42, BJP-31, LEFT-1
– બંગાળમાં પોસ્ટલ બેલેટની મતગણતરીમાં મમતા બેનરજી પાછળ
-પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચે કાંટાની ટક્કર
– રાજ્યમાં વોટની ગણતરી શરૂ, પોસ્ટલ બેલેટનાં પરિણામમાં બંગાળમાં TMC 38 , BJP 27 બેઠક પર આગળ, આસામમાં ભાજપ-4 અને કોંગ્રેસ 3 બેઠક પર આગળ
-તમિલનાડુમાં DMK-3 , બંગાળમાં TMC-28, BJP-23 બેઠક પર આગળ
-શું મમતા બચાવી શકશે પોતાનો ગઢ? બંગાળ-આસામ સહિત 5 રાજ્યોમાં કોની બનશે સરકાર? નિર્ણય આજે
આસામમાં ભાજપ-4 અને કોંગ્રેસ 3 બેઠક પર આગળ
પોસ્ટલ બેલેટનાં પરિણામમાં બંગાળમાં TMC 25 , BJP 22 બેઠક પર આગળ
કેરળ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, આસામ, પુડુચેરીમાં મત ગણતરી શરૂ
-ભાજપાએ ગત વખતે કેરળમાં 1 સીટ જીતી હતી.
-પુડુચેરી વિધાનસભાવાળો કેન્દ્રશાસિત પ્રદેશ છે.
-શું કોંગ્રેસ-લેફ્ટ બનશે કિંગમેકર?
-બંગાળમાં વોટિંગ 1.5 % ઓછું થયું, આ તૃણમૂલ માટે ચિંતાની વાત
-બંગાળ-આસામ સહિત 5 રાજ્યોમાં કોની બનશે સરકાર? નિર્ણય આજે