મુંબઈમાં એનસીપી કોર કમિટીની બેઠક ખત્મ થઈ ગઈ છે. બેઠકનાં એનસીપી નેતા નવાબ મલિકે કહ્યું છે કે, “કૉંગ્રેસનાં નિર્ણયની રાહ જોઇશું. ત્યારબાદ જ પોતાનો નિર્ણય લઇશું. કૉંગ્રેસ સાથે આવ્યા વગર કોઈ વિકલ્પ નથી બની શકતો. આ કારણે કૉંગ્રેસનો નિર્ણય થતા જ અમે અમારો નિર્ણય લઇશું.” નવાબ મલિકે કહ્યું કે, “અમારી પાર્ટી વૈકલ્પિક સરકાર બનાવવા માટે તૈયાર છે, પરંતુ કૉંગ્રેસથી ચર્ચા બાદ જ કોઈ નિર્ણય લેવામાં આવશે.” આ દરમિયાન કૉંગ્રેસનાં સૂત્રો દ્વારા એ જાણવા મળી રહ્યું છે કે પાર્ટી બહારથી શિવસેનાને સમર્થન આપી શકે છે.
કૉંગ્રેસનાં ધારાસભ્યોએ સોનિયા સામે મુક્યો પ્રસ્તાવ
એનસીપી નેતા નવાબ મલિકે કહ્યું કે, “શિવસેનાને સમર્થન આપીએ કે નહીં તેના પર અંતિમ નિર્ણય કરવા માટે અત્યારે કૉંગ્રેસ વર્કિંગ કમિટીની 4 વાગ્યે મીટિંગ ખત્મ થવાની રાહ જોવામાં આવી રહી છે.”
ઉદ્વવ ઠાકરે શરદ પવારને મળવા પહોંચ્યા
કૉંગ્રેસની 4 વાગ્યે મીટિંગ ખત્મ થયા બાદ તેમની સાથે ચર્ચા કરીને એનસીપી નિર્ણય લઇ શકે છે. નવાબ મલિકે કહ્યું છે કે કૉંગ્રસનો નિર્ણય આવ્યા બાદ જ શિવસેનાને સમર્થન આપવાનો નિર્ણય કરવામાં આવશે. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે થોડીકવારમાં એનસીપી ચીફ શરદ પવારને મળવા જઇ રહ્યા છે.
આ બેઠક પહેલા શિવસેનાએ પોતાના તમામ ધારાસભ્યોને 4 વાગ્યે હૉટલની લૉબીમાં ભેગા થવા માટે કહ્યું છે. તો એનસીપીએ પોતાના સીનિયર નેતાની મીટિંગ 4 વાગ્યે બોલાવી છે.