મધ્યપ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે એક કે બે સીટનું અંતર જ રહ્યું છે છતાં ભાજપ કોંગ્રેસ કરતાં એક સીટ વધારે છે. ભાજપની 110 અને કોંગ્રેસની 109 સીટ પર સરસાઈ હોવાના ટ્રેન્ડ મળી રહ્યા છે ત્યારે એવું લાગે છે કે મધ્યપ્રદેશમાં ભાજપ કે કોંગ્રેસ એમ બન્નેમાંથી કોઈને પણ સ્પષ્ટ બહુમતિ મળશે નહી તો દડો સીધો રાજ્યપાલ આનંદીબેન પટેલના હાથમાં આવીને પડ્યો છે.
મધ્યપ્રદેશની ચૂંટણીમાં કોંગ્રેસને 49 સીટનો ફાયદો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ હાલ 109 સીટ પર આગળ છે જ્યારે ભાજપ 110 સીટ પર આગળ હોવાના ટ્રેન્ડ મળી રહ્યા છે. આવા સંજોગોમાં ભાજપને સરકાર બનાવવા માટે 116ના આંકડા માટે અન્ય પક્ષો કે અપક્ષો પાસે હાથ લાંબો કરવાની નોબત આવી શકે છે. ભાજપને પાંચ સીટ અને કોંગ્રેસને સાત સીટ ઘટી રહી છે. ભાજપ સૌથી મોટો પક્ષ બનીને ઉભરી રહ્યો છે તે જોતાં રાજ્યપાલ આનંદીબને પટેલ પાસે સૌથી મોટા પક્ષ તરીકે ભાજપને સર્વપ્રથમ સરકાર રચવાનું નિમંત્રણ આપવાનું રહે છે પણ જો બહુમતિનો જાદૂઈ આંકડો રાજ્યપાલને આપવાનો રહેશે. બીજી તરફ કોંગ્રેસને માયાવતીની બસપાએ ટેકો આપી દીધો છે.માયાવતીની બસપા પાસે પાંચ સીટ આવી છે તે જોતાં માયાવતીની સીટ ઉમેરો તો કોંગ્રેસ પાસે 114નો આંકડો આવી જાય છે અને આમ આનંદીબેન પટેલ પાસે ગઠબંધન સરકાર રચવા માટે આવી રીતે કોંગ્રેસને આમંત્રણ આપવાનો વિકલ્પ પણ ખૂલ્લો રહે છે.
આનંદીબેન પટેલની ભૂમિકા મહત્વની બની રહેવાની છે. આપણે કર્ણાટકમાં જોયું તો રાજ્યપાલ સમક્ષ સૌથી મોટા પક્ષ તરીકે ભાજપે સરકાર રચવાનો દાવો કર્યો પરંતુ બહુમતિનો જાદૂઈ આંકડો ન હોવાથી કર્ણાટકમાં ભાજપના બદલે કોંગ્રેસ- જનતાદળ-એસની સરકાર બની હતી. હવે મધ્યપ્રદેશમાં પણ કર્ણાટકવાળી થવાની શક્યતા છે. કર્ણાટકમાં પણ ગુજરાતી રાજ્યપાલ વજુભાઈ વાળા હતા અને મધ્યપ્રદેશમાં પણ ગુજરાતી રાજ્યપાલ આનંદીબેન પટેલ છે. હાલ તો ભાજપ-કોંગ્રેસ વચ્ચે બરાબરીની ટક્કર જામી છે. હજુ પણ ભાજપ કે કોંગ્રેસ બહુમતિના આંકડા સુધી પહોંચી શકવામાં અસમર્થ રહ્યા છે.