દસોલ્ટના CEO એરિક ટ્રેંપિયરે રાફેલ ડીલ અંગે ખુલાસો કરી કહ્યું હતું કે રાફેલ ડીલ એ પારદર્શક છે અને એમાં કોઈ જુઠ્ઠાણું નથી. 36 રાફેલ જેટ નવ ટકા જેટલો સસ્તો સૌદો કરવામાં આવ્યો છે. CEO એરિક ટ્રેંપિયરના ખુલાસા બાદ રાહુલ ગાંધીએ તરત જ ટવિટ કરી લખ્યું હતું.
રાફેલ ડીલ વિવાદમાં ફરી ગરમાટો આવ્યો છે. પ્રથમ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોમવારે જવાબ રજૂ કર્યો હતો અને હવે આજે દસોલ્ટના CEOએ ઈન્ટરવ્યુ આપ્યો હતો. આ ઘટનાક્રમની વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વાર પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું.
રાહુલ ગાંધીએ ટવિટ કરી લખ્યું કે સુપ્રીમ કોર્ટમાં મોદીએ પોતાની ચોરી માની લીધી છે. સૌગંદનામામાં સરકારે માન્યું છે કે વાયુ સેનાને પૂછ્યા વગર કોન્ટ્રાક્ટ બદલી નાંખ્યો અને 30,000 કરોડ રૂપિયા અંબાણીના ગજવામાં નાંખી દીધા. પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત.
નોંધનીય છે કે મોદી સરકારે 36 રાફેલ વિમાનોની ડીલ અંગેની તમામ માહિતી અરજદારને સુપરત કરી દીધી છે. વરિષ્ઠ વકીલ એમ.એલ શર્માએ કોર્ટમાં રાફેલ અંગે પીટીશન દાખલ કરેલી છે. સૌગંદનામામાં રાફેલ ડીલની પ્રક્રિયા અને ઈતિહાસની જાણકારી વિશેષ રૂપે આપવામાં આવી છે.
રાહુલ ગાંધીના ટવિટ પૂર્વ દસોલ્ટના CEO એરિક ટ્રેંપિયરે ઈન્ટરવ્યુમાં રાહુલ ગાંધી દ્વારા મૂકવામાં આવેલા આરોપોનો બચાવ કર્યો હતો અને આરોપોનો જુઠા કહ્યા હતા.