રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પડઘમ વાગવાની શરૂઆત થઇ ચુકી છે, જેને લઇ તમામ રાજ્કીય પક્ષો એકશન મોડમાં જોવા મળી રહ્યા છે ચૂંટણી પહેલા કોંગ્રેસ રાજ્કીય ભૂકંપ યથાવત જોવા મળી રહ્યો છે. એક બાદ એક નેતાઓ કોંગ્રેસનો હાથ છોડી રહ્યા છે. આજે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે પાર્ટીના તમામ પદો પરથી વિધિવત રીતે રાજીનામુ આપી સો કોઇને ચોકાવી દીધા છે. બીજી તરફ કોંગ્રેસના થોડાક સમય આગાઉ નિધન પામેલા સિનિયર ધારાસભ્ય સર્વગસ્થ અનિલ જોષીયારા જેમણે કોંગ્રેસ માટે પોતાના જીવન સર્મપિત કરી દીધુ હતું આદિવાસી સમાજમાં તેમનો ખૂબ વર્ચસ્વ હતું તેઓ 4 વિધાનસભાની ચૂંટણી ભિલોડાના બેઠક પરથી જીત મેળવી ધારાસભ્ય રહ્યા હતા કહેવાય છે કે ભિલોડાની બેઠક કોંગ્રેસની પરંપરાગત બેઠક રહી છે. તે વચ્ચે સર્વગસ્થ અનિલ જોષીયારાના સુપુત્ર કેવિલ જોષીયારા ભાજપમાં જોડાય તેવી અટકળો તેજ બની છે. આગામી દિવસોમાં તેઓ વિધિવત રીતે કેસરિયો ધારણ કરશે તેવા પણ તેઓ સૂચક સંકેતો આપી ચુક્યા છે. કેવલ જોષીયારા ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મંત્રીઓ પણ હાજરી આપશે તેવી ચર્ચાઓ થઇ રહી છે.ભાજપ ગુજરાતમાં 150 પ્લસ બેઠકોના નેમ સાથે આગળ વધી રહી છે. આદિવાસી વિસ્તારોમાં ચૂંટણી પહેલા પોતાની પકડ મજબૂત કરવા એક બાદ એક આદિવાસી ચહેરાઓને ભાજપમાં સમાવી રહી છે.
