શું રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપ સરકાર ટકી જશે. શું થશે એવો પ્રશ્ન સતત ચર્ચાઈ રહ્યો છે તેવામાં બુકીઓ ચૂંટણી સંદર્ભે ભાવ બહાર પાડ્યા છે. સટ્ટા બજારમાં ગરમી આવી ગઈ છે. સટ્ટા માર્કેટ પ્રમાણે મધ્યપ્રદેશમાં ભાજપ ફરીથી સત્તા સ્થાને આવશે.
બુકીઓની માનીએ તો એમપીમાં ભાજપના રિટર્ન થવાના સંજોગો છે. બુકીઓ મુજબ, જો સટોડીયાઓ ભાજપ પર રૂ .10,000 ની શરત મૂકે છે, તો ભાજપ સત્તામાં આવે તો તેને 11000 રૂપિયા મળશે. જ્યારે સટોડીયાઓ કોંગ્રેસ પર 4,400 રૂપિયા લગાવે છે તો તેને 10,000 રૂપિયા ગુમાવવા પડશે. આમ કોંગ્રેસનો ભાવ ડબલ છે. એટલે સટોડીયાઓ ભાજપ પર દાવ લગાવી રહ્યા છે. કૉંગ્રેસ પર નફો વધુ આપવામાં આવે છે, જેનો મતલબ થાય છે કે કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીઓમાં જીત મેળવી શકશે નહીં. ભાજપ તરફે રમાવામાં નફાનું માર્જિન ઓછું છતાં સટોડીયાઓ ભાજપ પર જ વિશ્વાસ મૂકી રહ્યા છે.
નામ ન દેવાની શરતે બુકીએ મીડિયાને કહ્યું કે ભાજપનું કમબેક છે, જ્યારે કોંગ્રેસની જીતની શકયતા સાવ જ ધૂંધળી છે. આ ઉપરાંત ભાજપ રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ પોતાની સરકાર બરકરાર રાખી શકશે. ચૂંટણીની સિઝનમાં સટ્ટા બજાર પૂરજોશમાં ચાલી રહ્યું છે. હાલમાં ઉમેદવારોની પસંદગી કરી લેવામાં આવી છે છતાં પણ ભાજપ અને કોંગ્રસના ટ્રેન્ડમાં કોઈ ફેરફાર જણાઈ આવી રહ્યો નથી. બુકીઓનાં ભાવમાં પણ કોઈ ચેન્જ કરવામાં આવ્યું નથી.
દરેક ચૂંટણી દરમિયાન સટ્ટા બજાર કરોડો રૂપિયાનો જૂગાર રમાય છે. બેટ લગાડવામાં આવે છે. હવે માત્ર ફોન જ નહીં પણ વેબ સાઈટ અને ઓન લાઈન મોબાઈલ એપ્લીકેશન્સ મારફત પણ સટ્ટો રમવામાં આવે છે. પોલીસથી બચવા માટે આવા પ્રકારના કિમીયાઓ દ્વારા બુકીઓ સટ્ટા બજારને ધમધમાવી રહ્યા છે.