અમદાવાદ/દાહોદ/ગુજરાત : આમ આદમી પાર્ટી દ્વારા દાહોદ જિલ્લામાં એક જનસભા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ પ્રો અર્જુનભાઈ રાઠવા અને આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અજીત લોખીલ મુખ્ય અતિથિ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. જેમ દરેક જનસભામાં દરેક જિલ્લામાંથી આમ આદમી પાર્ટી ને આમ જનતા નો સહયોગ મળે છે એમ આ વખતે પણ દાહોદ અને આજુબાજુના વિસ્તારો માંથી યુવાનો, વૃદ્ધો, વડીલો અને મહિલાઓ મોટી સંખ્યામાં આ જનસભા ના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. લોકો નો આ જ સહયોગ ગુજરાતમાં આમ આદમી પાર્ટી ની ઐતિહાસિક જીત સાબિત કરે છે.
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા એ લગભગ 5000 ની જનમેદનીને સંબોધતા કહ્યું કે, ગુજરાતમાં મહા ભ્રષ્ટ ભાજપ પાસે ફક્ત 5 મહિના બચ્યા છે ત્યારબાદ ગુજરાતની જનતા ભાજપને કરારો જવાબ આપશે. હવે ગુજરાતમાં સામાન્ય માણસ ની સરકાર બનશે. આમ આદમી પાર્ટીની ઓળખાણ એટલે ભણેલો ગણેલો માણસ. જ્યારે ભાજપ ની ઓળખાણ એટલે ભ્રષ્ટ માનસિકતા.
આમ આદમી પાર્ટી ગુજરાતમાં પ્રથમ ગેરંટી લાવી છે. ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જી એ વીજળી મુદ્દા પર ગેરંટી કાર્ડ આપી દીધું છે. તેમણે ગેરંટી કાર્ડ માં કહ્યું છે કે, દિલ્હી અને પંજાબ ની જેમ ગુજરાતમાં પણ દર મહિને ઘર દીઠ 300 યુનિટ વીજળી મફત આપવામાં આવશે. ગુજરાતના તમામ ગામડાઓ અને શહેરમાં પાવર કટ વગર 24 કલાક વીજળી આપવામાં આવશે. અને 31 ડિસેમ્બર સુધીના બધા જુના ઘરેલુ વીજળી બિલ માફ કરવામાં આવશે.
’આપ’ની સરકાર હશે તો 300 યુનિટ મફત વીજળી, 24 કલાક વીજળી અને જુના બિલ માફ વાળી સુવિધા મળશે: ગોપાલ ઇટાલિયા
આમ આદમી પાર્ટીની ઓળખાણ એટલે ભણેલો ગણેલો માણસ: ગોપાલ ઇટાલિયા
સારું આરોગ્ય, મફત અને સારું શિક્ષણ દરેક બાળકનો અધિકાર છે જે અમે આપીને જ જંપીશું: ગોપાલ ઇટાલિયા
આમ આદમી પાર્ટી ના આવાથી દાહોદ જિલ્લામાંથી પરિવારવાદ ની રાજનીતિ નો અંત થશે: અર્જુન રાઠવા
આદિવસી સમાજ ના જળ, જંગલ, જમીન ની અમલવારી ફક્ત આમ આદમી પાર્ટી જ કરાવી શકે છે: અર્જુન રાઠવા
મોટાભાગે લોકો જે વીજ બિલો મેળવી રહ્યા છે તેમાં છેતરપિંડી થઇ રહી છે. ગુજરાતની જનતા પાસેથી વીજળી બિલ ના નામે જુદા જુદા ચાર્જ વસુલવામાં આવે છે. જ્યારે જનતા તેમના વીજળીના બિલમાં વધારો જુએ છે, ત્યારે ફરિયાદ કરવાને બદલે, તેઓ એ જ બિલ ને સાચુ માની લે છે. આવા ગ્રાહકો પાસેથી કરોડો રૂપિયા થી વધુ રૂપિયા 300-500 વસૂલીને અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. ભ્રષ્ટ ભાજપ સરકાર વીજ કંપનીઓને આ વધારાનો ચાર્જ વસુલવાની પરવાનગી આપે છે. આ રીતે ગુજરાતની જનતા ની આંખમાં ધૂળ નાખી ને ભાજપ સરકાર પ્રજાના કરોડો રૂપિયા લૂંટી રહ્યા છે.
મફત વીજળી આપવા છતાં દિલ્હી પર કોઈ દેવું વધ્યું નથી. બીજી તરફ ભાજપે ગુજરાતને પોકળ કરી નાખ્યું છે. આજે ગુજરાત રાજ્ય પર 3.50 લાખ કરોડનું દેવું છે. દર વર્ષે આ લોનમાં 30 થી 35 હજાર કરોડનો વધારો થાય છે. ગુજરાતમાં જ્યારે પણ બાળકનો જન્મ થાય છે ત્યારે તે 48000 રૂપિયાનો દેવાદાર બની જાય છે. મને ડર છે કે ભાજપને કારણે આપણા દેશની હાલત શ્રીલંકા જેવી ન થઈ જાય. 2014માં જ્યારે ભાજપ સત્તામાં આવ્યુ ત્યારે ભારત પર 56 લાખ કરોડનું દેવું હતું અને આજે દેશ પર 139 લાખ કરોડનું દેવું છે.
સારું આરોગ્ય, મફત અને સારું શિક્ષણ દરેક બાળકનો અધિકાર છે જે અમે આપીને જ જંપીશું. દિલ્હીની જનતાએ ભાજપ કોંગ્રેસ ને વારંવાર વોટ આપ્યા હતા પરંતુ શાળાઓ અને હોસ્પિટલોની હાલત સુધરી ન હતી, ત્યારબાદ જનતાએ એક વખત આમ આદમી પાર્ટી પર વિશ્વાસ કર્યો અને માત્ર 5 વર્ષમાં દિલ્હીની સરકારી શાળાઓ અને સરકારી હોસ્પિટલો દેશમાં સર્વશ્રેષ્ઠ બનાવી દીધી. ગુજરાતની જનતાએ પણ આવું જ કરવાનું છે.
ગુજરાતની જનતાએ નક્કી કરવાનું છે કે તેમને કેવા પ્રકારની સરકાર જોઈએ છે. તમારે નક્કી કરવાનું છે કે તમારે સખત-પ્રમાણિક સરકાર જોઈએ છે કે ભ્રષ્ટ સરકાર જોઈએ છે. તમારે નક્કી કરવાનું છે કે ગુજરાતમાં આ વખતે સરકાર શિક્ષિત લોકોની બને કે અભણ લોકોની. દિલ્હીની જનતાએ શિક્ષિત લોકોની સરકાર પસંદ કરી, જેના કારણે આજે દેશની શ્રેષ્ઠ વ્યવસ્થા દિલ્હીમાં છે. 2 દિવસ પહેલા ફરી વીજળી ના ભાવમાં વધારો થયો છે, તો બીજી તરફ દિલ્હી અને પંજાબમાં જ્યાં આમ આદમી પાર્ટીની સરકાર છે ત્યાં લોકોને મફતમાં વીજળી આપવામાં આવી રહી છે, આ શક્ય બન્યું છે કારણ કે ત્યાં સાફ નિયત વાળી પ્રામાણિક આમ આદમી પાર્ટીની સરકાર છે.
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ પ્રો. અર્જુનભાઈ રાઠવા એ જનસભાને સંબોધતા જણાવ્યું કે, ભાજપ આદિવાસી વિરોધી માનસિકતા ધરાવે છે. ભાજપ સરકાર આદિવાસી સમાજને માણસ ગણતી જ નથી. આમ આદમી પાર્ટી ની સરકાર આવશે તો ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં પીવાનું અને સિંચાઈ નું પાણી ઉપલબ્ધ કરાવશે. દરેક બાળક ને ઉત્તમ ગુણવત્તા સભર શિક્ષણ આપશે. TAC એટલે કે ટ્રાયબલ એડવાઈઝરી કમિટી નો પ્રમુખ આદિવાસી જ હોવો જોઈએ જે ભાજપ કરવામાં માનતી નથી. પરંતુ આમ આદમી પાર્ટી એવું નહિ થવા દે. દાહોદ જિલ્લામાંથી પરિવારવાદ ની રાજનીતિ નો અંત થશે અને સામાન્ય માણસ પણ આગળ આવશે.
ભાજપ ના ભ્રષ્ટાચાર માં લોકો ની મદદ કરવા માટે ખોલેલા NGO નો ઉપયોગ કરી જનતા ના હજારો કરોડ રૂપિયા NGO ના માધ્યમ થી ભાજપ ના નેતા ઓ ના નિજી ઉપયોગ માટે ખવાઈ જાય છે. આદિવસી સમાજ ના જળ, જંગલ, જમીન ની અમલવારી ફક્ત આમ આદમી પાર્ટી જ કરાવી શકે છે. કેમ કે, આમ આદમી પાર્ટી જ જનતા વિશે વિચાર કરે છે અને તેમના હિત માટે પગલાં ભરે છે. અમને વિશ્વાસ છે કે ગુજરાતના દરેક ના જિલ્લામાં હવે જનતા જાગી ગઈ છે અને આવનાર દરેક ચૂંટણીમાં હવે આમ આદમી પાર્ટી નો જ વિજય થશે.