ગુજરાતના મંત્રીઓ અરવિંદ કેજરીવાલજી પર આક્ષેપો કરવાની જગ્યાએ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને સુધારે: ઇસુદાન ગઢવી
દિલ્લીના શિક્ષણ મોડલ પર વિશ્વભરમાં ચર્ચા થઈ રહી છે અને ગુજરાતનાં મંત્રીઓ અરવિંદ કેજરીવાલજી પર સવાલ કરી રહ્યા છે: ઇસુદાન ગઢવી
ગુજરાતમાં ખેડૂતો, શિક્ષકો, પોલીસ કર્મચારીઓ, ડોક્ટરો બધા આંદોલન કરે છે. જ્યારે દિલ્લીમાં કોઈ આંદોલન નથી થઈ રહ્યા: ઇસુદાન ગઢવી
અમદાવાદ/ગુજરાત
આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ એક વીડિયોના માધ્યમથી જણાવ્યું કે, ગુજરાતનાં મંત્રીઓ એક પછી એક કેજરીવાલજી પર વિવિધ મુદ્દાઓને લઇને આક્ષેપ કરી રહ્યા છે. આજે વિશ્વભરમાં કેજરીવાલજીનાં શિક્ષણ મોડલની ચર્ચા થાય છે. કેટલાય મુખ્યમંત્રીઓ દિલ્લીનું શિક્ષણ મોડલ જોવા દિલ્લી ગયા છે અને દિલ્લી જેવી સ્કુલો બનાવ્યાં બાદ અરવિંદ કેજરીવાલજીને ઉદ્ધાટન માટે બોલાવ્યા છે. ગુજરાતનાં નેતાઓ આ ન કરી શક્યા એ દુર્ભાગ્યપૂર્ણ વાત છે. પરંતુ જે શિક્ષણ મોડલ પર ભારતભરમાં અને વિશ્વભરમાં જેની ચર્ચા છે, એ વિષય પર ગુજરાતનાં મંત્રીઓ સવાલ કરી રહ્યા છે, આના પર મને શરમ આવે છે.
જે લોકોએ 6000 સ્કુલો બંધ કરી છે. તેઓ પોતે સ્વીકારે છે કે 1 શિક્ષકથી 700 જેટલી સ્કુલો ચાલે છે. ગુજરાતની 18,000 સ્કુલોમાં ઓરડા નથી અને એ લોકો અરવિંદ કેજરીવાલજી પર સવાલ કરે છે. બીજું એ કે ગુજરાતમાં શિક્ષકો આંદોલન કરે છે, વિદ્યાસહાયકો આંદોલન કરે છે, ડોક્ટરો આંદોલન કરે છે, ખેડૂતો આંદોલન કરે છે, કર્મચારીઓ આંદોલન કરે છે, પોલીસ કર્મચારીઓ આંદોલન કરે છે. આ બધા આંદોલનો ગુજરાતના મંત્રીઓને દેખાતા નથી? અને દિલ્લીમાં આવા કોઈ આંદોલનો નથી, તો પણ તમે આક્ષેપો-પ્રતિ આક્ષેપો કરો છો? પહેલાં આપણું ગુજરાત સંભાળો. ગુજરાતને સમૃદ્ધ બનાવો. તમારી પાસે હજું પણ 2-3 મહિના છે. મોકો છે હજું, એટલે સવાલ એ છે કે ગુજરાતમાં હાલ તમામ પ્રકારનાં લોકો દુખી છે અને આપણાં મંત્રીઓ કેજરીવાલજીને નીચા દેખાડવામાંથી બહાર નથી આવતા.