કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુરાતના પૂર્વ ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને માનાહાનિ અને અપરાધિક ગુના માટે નોટિસ ફટકારી છે. શક્તિસિંહ ગોહિલે ઉત્તર ભારતીયો પર ગુજરાતમાં થઈ રહેલા હુમલા અંગે સીએમ રૂપાણીએ ખોટી રીતે તેમને જવાબદાર ગણાવ્યા હોવાના આરોપ સાથે બે દિવસમાં તેમને માફી માંગવા જણાવ્યું હતું. જો તે બે દિવસમાં માફી નહી માંગે તો તેમના વિરૂદ્ધ માનાહાની અને આપરાધિક ગુનો દાખલ કરશે એવી ચીમકી આપી હતી. આ અંગે તેમણે 18 ઓક્ટોબરના રોજ સીએમ વિજય રૂપાણીને નોટિસ ફટકારી હતી. તેમણે કહ્યું હતું કે સીએમ રૂપાણીએ બે સપ્તાહની અંદર આ નોટિસનો જવાબ આપવો પડશે.
નોંધનીય છે કે ગુજરાતમાં ઉત્ચર ભારતીયો પર થઈ રહેલા હુમલા બાદ બે દિવસના ઉત્તર પ્રદેશના પ્રવાસે ગયેલા સીએમ રૂપાણીએ કરેલા નિવેદનથી આ વિવાદ સર્જાયો છે. જેમાં તેમણે ઉત્તર ભારતીયો પર થઈ રહેલા હુમલા અંગે બિહારના પ્રભારી હોય એવું નિવેદન કર્યું હતું. જેને લઈને કોંગ્રેસના નેતાએ માનાહાનીનો કેસ દાખલ કરવાની ચીમકી આપી હતી.