ભાજપને આ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીનું સૌથી મોટું દાન મળ્યું છે. 7 પ્રમુખ કંપનીઓના એક સમૂહ ટ્રસ્ટે સત્તાધારી પાર્ટીને કુલ 169 કરોડ રૂપિયામાંથી 144 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. સુત્રો પાસેથી મળતી માગિતી પ્રમાણે તેણે કોંગ્રેસ અને બીજુ જનતા દળને પણ દાન આપ્યુ છે. અત્યાર સુધી હંમેશા નાની રાજકીય પાર્ટીઓને દાન આપનારા આ ટ્રસ્ટે પ્રથમ વખત રાષ્ટ્રીય સ્તરની પાર્ટીને સૌથી મોટું દાન આપ્યું છે.
પ્રુન્ડેન્ટ ટ્રસ્ટને પહેલા સત્યા ઇલેક્ટ્રોરલ ટ્રસ્ટના નામથી ઓળખવામાં આવતી હતી. જે કંપનીઓએ આ ટ્રસ્ટ દ્વારા દાન આપ્યું છે, તેમાં ડીએલએફ (52 કરોડ), ભારતી ગ્રુપ (33 કરોડ), શ્રોફ ગ્રુપ 22 કરોડ, ટોરેન્ટ ગ્રુપ (20 કરોડ), ડીસીએમ શ્રીરામ (13 કરોડ), કેડિલા ગ્રુપ (10 કરોડ) અને હલ્દિયા એનર્જી (8 કરોડ) સામેલ છે.
આ ગ્રુપની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ પાર્ટીને તે સમયે ફક્ત 10 કરોડ રૂપિયા આપ્યા હતાં. 5 કરોડ રૂપિયા ટ્રસ્ટે બીજૂ જનતા દળને આપ્યા હતાં. આ અગાઉ ટ્રસ્ટે શિરોમણિ અકાલી દળ, સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળને પણ દાન આપ્યું હતું.