SIM Card: સોમવાર, 1 જુલાઈથી ક્રેડિટ કાર્ડ, બિલિંગ, મોબાઈલ પોર્ટ અને NPS સહિતના નિયમો બદલાઈ રહ્યા છે. આ મહિનાથી મોબાઈલ પર વાત કરવી અને ઈન્ટરનેટનો ઉપયોગ કરવો મોંઘો થઈ જશે. આ ફેરફારોની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે.
સિમ કાર્ડ પોર્ટ નિયમ
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) ના નવા નિયમો અનુસાર, મોબાઈલ ફોન યુઝર્સે તેમના ખોવાયેલા અથવા બિન-કાર્યકારી સિમ કાર્ડને બદલ્યા પછી તેમના સર્વિસ પ્રોવાઈડર બદલવા માટે ઓછામાં ઓછા સાત દિવસ રાહ જોવી પડશે. પહેલા મોબાઈલ નંબર પોર્ટ કરવા માટે 10 દિવસ રાહ જોવી પડતી હતી. જો યુનિક પોર્ટિંગ કોડ (UPC) ની વિનંતી સિમ બદલવાની તારીખથી સાત દિવસની સમાપ્તિ પહેલાં કરવામાં આવે, તો તે ફાળવવામાં આવશે નહીં.
ક્રેડિટ કાર્ડ બિલિંગ-
ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ સંબંધિત નિયમો પણ 1 જુલાઈથી બદલાઈ ગયા છે. વાસ્તવમાં આરબીઆઈએ 1 જુલાઈથી ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ સિસ્ટમ દ્વારા પેમેન્ટ કરવાનું કહ્યું છે. મતલબ કે હવે 1 જુલાઈથી તમામ બેંકોએ માત્ર ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ દ્વારા જ બિલની પ્રક્રિયા કરવી પડશે.
પંજાબ નેશનલ બેંકનો મોટો નિર્ણય
જો તમારું પંજાબ નેશનલ બેંકમાં ખાતું છે અને તમે લાંબા સમયથી તેનો ઉપયોગ નથી કરી રહ્યા તો આજથી ખાતું બંધ થઈ જશે. બેંકે નોટિફિકેશનમાં કહ્યું છે કે 30 એપ્રિલ, 2024 સુધીમાં જે ખાતાઓ ત્રણ વર્ષથી અપડેટ નથી થયા તે બંધ કરી દેવામાં આવશે. ગ્રાહકોને અસુવિધાથી બચાવવા માટે બેંકે 30 જૂન, 2024ની સમયમર્યાદા નક્કી કરી હતી.
NPC-
હવે ટ્રાન્ઝેક્શનના એ જ દિવસે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)માં સેટલમેન્ટ કરવામાં આવશે. તેનો અર્થ એ કે જે દિવસે રોકાણ કરવામાં આવશે તે દિવસે તેમને મૂલ્ય મળશે. આ 1 જુલાઈથી અમલમાં આવશે. અત્યાર સુધી બીજા દિવસે થતું.
મોબાઈલ ટેરિફનો બોજ પણ વધ્યો-
Jio, Bharti Airtel અને Vodafone Ideaએ જુલાઈથી ટેરિફમાં વધારો કર્યો છે. મોબાઈલ પર વાત કરવી અને ઈન્ટરનેટનો ઉપયોગ કરવો મોંઘો થઈ ગયો છે. જિયો અને એરટેલના મોબાઈલ રેટ 3 જુલાઈથી મોંઘા થઈ જશે.