National News:
જો તમે ખાનગી કે સરકારી કર્મચારી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. રિટાયરમેન્ટ ફંડ રેગ્યુલેટર એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EFFO) એ મોટો નિર્ણય લઈને તમામ કર્મચારીઓને મોટો ઝટકો આપ્યો છે.
વાસ્તવમાં, EPFOએ જન્મતારીખના પુરાવાની દસ્તાવેજ યાદીમાંથી આધાર કાર્ડને બાકાત રાખ્યું છે. EPFO અનુસાર, હવે ‘આધાર’ને જન્મતારીખના પુરાવા તરીકે માન્ય દસ્તાવેજ ગણવામાં આવશે નહીં. EPFOએ એક પરિપત્ર પણ બહાર પાડ્યો છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે, માન્ય દસ્તાવેજોની યાદીમાંથી ‘આધાર’ને હટાવવાનો નિર્ણય યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે UIDAIના નિર્દેશો બાદ લેવામાં આવ્યો છે.
પરિપત્રમાં, EPFOએ જણાવ્યું હતું કે આધાર કાર્ડ, જેને ઘણા લાભાર્થીઓ દ્વારા જન્મ તારીખના પુરાવા તરીકે માનવામાં આવતું હતું, તે હવે પ્રાથમિક રીતે ઓળખ ચકાસણી સાધન છે અને જન્મ પુરાવા નથી. તો ચાલો જાણીએ કે EPFO માટે જન્મ તારીખનો કયો પુરાવો માન્ય છે…
-માન્ય સરકારી બોર્ડ અથવા યુનિવર્સિટી દ્વારા જારી કરાયેલ માર્કશીટ
– શાળા જીવન પ્રમાણપત્ર
-સેવા રેકોર્ડ આધારિત પ્રમાણપત્ર
-પાન કાર્ડ
-સેન્ટ્રલ/સ્ટેટ પેન્શન પેમેન્ટ ઓર્ડર
-સરકાર દ્વારા જારી કરાયેલ ડોમિસાઇલ પ્રમાણપત્ર
– પાસપોર્ટ
-સરકારી પેન્શન
– સિવિલ સર્જન દ્વારા જારી કરાયેલ તબીબી પ્રમાણપત્ર
તમને જણાવી દઈએ કે આ પહેલા UIDAIએ 22 ડિસેમ્બર, 2023ના રોજ એક સર્ક્યુલરમાં કહ્યું હતું કે વેરિફિકેશન પછી આધાર નંબરનો ઉપયોગ કરી શકાય છે.