Sheikh Hasina: બાંગ્લાદેશમાં બળવા પછી શેખ હસીનાએ દેશ છોડીને ભારતમાં આશરો લીધો છે.
Sheikh Hasina: બાંગ્લાદેશ છોડ્યા બાદ પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ મંગળવારે (13 ઓગસ્ટ) પ્રથમ વખત નિવેદન બહાર પાડ્યું હતું. શેખ હસીનાના પુત્ર સજીબ વાજેદ રોયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાનું નિવેદન શેર કર્યું છે. શેખ હસીનાએ બાંગ્લાદેશના લોકોને 15 ઓગસ્ટને રાષ્ટ્રીય શોક દિવસ તરીકે યોગ્ય સન્માન અને ગંભીરતા સાથે ઉજવવાની અપીલ કરી છે.
બંગબંધુ ભવનનો ઉલ્લેખ કરતાં શેખ હસીનાએ કહ્યું,
“તે સ્મારક, જે આપણા અસ્તિત્વનો આધાર હતો, તે રાખ થઈ ગયું છે.” રાષ્ટ્રપિતા બંગબંધુ શેખ મુજીબુર રહેમાનનું અપમાન કરવામાં આવ્યું હતું. લાખો શહીદોના લોહીનું અપમાન થયું. હું દેશવાસીઓ પાસેથી ન્યાયની માંગ કરું છું.