Jammu Kashmir 2024: પ્રિયંકા ગાંધી આજે જમ્મુ કાશ્મીરના પ્રવાસે, 2 જાહેરસભાઓને સંબોધશે
Jammu Kashmir 2024: જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. ઘાટીમાં ત્રણ તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે, જેમાંથી બે તબક્કા માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ત્રીજા તબક્કા માટે રાજકીય પક્ષો સક્રિય મોડમાં છે. તમામ પક્ષો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે… આજે પ્રિયંકા ગાંધી જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે.
Jammu Kashmir 2024: જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં બુધવારે 26 બેઠકો માટે થયેલા મતદાનમાં 56 ટકાથી વધુ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું. છ જિલ્લાની 26 બેઠકોના મુખ્ય મતવિસ્તારોમાં સવારથી મતદારોની લાંબી કતારો મતદાન મથકો પર જોવા મળી હતી, પરંતુ આમાંથી 20 મતવિસ્તારોમાં મતદાન 2014ની વિધાનસભા ચૂંટણીની સરખામણીએ થોડું ઓછું હતું, જ્યારે કુલ મતદાન 60 ટકા હતું. 2014થી લઈને અત્યાર સુધીના 10 વર્ષની લાંબી રાહ બાદ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે.