PM Modi: ‘અહીં પહેલીવાર ભાજપની સરકાર બનવા જઈ રહી છે’, જમ્મુની ચૂંટણી રેલીમાં PM મોદીનો મોટો દાવો
PM Modi: જમ્મુ અને કાશ્મીરમાં, 1 ઓક્ટોબર, 2024 ના રોજ ત્રીજા અને અંતિમ તબક્કા માટે બાંદીપોરા, કુપવાડા, બારામુલ્લા, ઉધમપુર, જમ્મુ, સાંબા અને કઠુઆ જિલ્લાની 40 બેઠકો પર મતદાન થવાનું છે. દરમિયાન, શનિવારે (28 સપ્ટેમ્બર 2024) જમ્મુમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ, નેશનલ કોન્ફરન્સ અને પીડીપી પર ઉગ્ર નિશાન સાધ્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ દાવો કર્યો કે જમ્મુ-કાશ્મીરમાં પહેલીવાર ભાજપ પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવવા જઈ રહી છે.
રેલીને સંબોધતા PM Modiએ કહ્યું, “જમ્મુ અને કાશ્મીરના લોકો કોંગ્રેસ, પીડીપી અને નેશનલ કોન્ફરન્સના ત્રણ રાજવંશોથી પરેશાન છે. લોકો ફરી એ જ સિસ્ટમ નથી ઈચ્છતા, જેમાં ભ્રષ્ટાચાર હોય, નોકરીઓમાં ભેદભાવ હોય. લોકો જમ્મુ અને કાશ્મીરના લોકો આતંકવાદના વિરોધમાં છે અને અહીંના લોકો તેમના બાળકો માટે સારું ભવિષ્ય ઈચ્છે છે બંને તબક્કામાં ભાજપ સંપૂર્ણ બહુમતી સાથે પ્રથમ સરકાર બનાવશે તે નિશ્ચિત છે.