Pahalgam Terrorist Sketch પહેલગામ આતંકવાદી હુમલાના શંકાસ્પદોના સ્કેચ જાહેર
Pahalgam Terrorist Sketch જમ્મુ અને કાશ્મીરના પહેલાંગામ ખાતે તાજેતરમાં થયેલા ઘાતક આતંકવાદી હુમલા બાદ રાજ્યના સુરક્ષા દળો હરકતમાં આવી ગયા છે. 26 નિર્દોષ લોકોના ભોગ બન્યા બાદ સમગ્ર દેશ શોકમાં છે અને એક જોડાયેલ અવાજે ન્યાયની માંગ કરી રહ્યો છે. હવે જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા હુમલામાં શંકાસ્પદ ત્રણ આતંકવાદીઓના સ્કેચ જાહેર કરાયા છે, જેની ઓળખ આસિફ ફુજી, સુલેમાન શાહ અને અબુ તલ્હા તરીકે કરવામાં આવી છે.
પોલીસે આ સ્કેચ ઘાયલો અને પ્રત્યક્ષદર્શીઓના વર્ણનોના આધારે તૈયાર કર્યા છે અને હવે રાજ્યભરમાં ખાસ કરીને ઉત્તર કાશ્મીર અને પીર પંજાલ વિસ્તારમાં તેનો વ્યાપક રીતે પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ આતંકવાદીઓ રાજૌરીથી ચતરૂના માર્ગે વાધવન હોય પહેલાંગામ તરફ વધ્યા હતા, જેમાં તેઓ ગુર્જર અને બકરવાલ સમુદાયની વસાહતમાં રહી સામાન્ય લોકોની વચ્ચે છુપાયા હતા.
આ ઘટનાને પગલે સમગ્ર ખીણમાં સુરક્ષા વ્યવસ્થામાં કડકાઈ લાવવામાં આવી છે. શ્રીનગર સહિત અનેક શહેરોમાં મોટાભાગની દુકાનો, પેટ્રોલ પંપ અને વ્યવસાયિક સંસ્થાઓ બંધ રાખવામાં આવી છે. ખાનગી વાહનો તો ચલાવાયા છે, પણ સરકારી શાળાઓ સિવાયના તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહી છે.
વિશેષ વાત એ છે કે, છેલ્લાં 35 વર્ષમાં આ પહેલી વખત છે જ્યારે આખા કાશ્મીર ખીણમાં આટલો મોટો અને સર્વગ્રાહી બંધ જોવા મળ્યો છે. સમાજના તમામ વર્ગો, નાગરિક સંગઠનો અને સ્થાનિક આગેવાનો આ હુમલાના વિરોધમાં એકઠા થયા છે. લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે અને હવે આતંકવાદ સામે ચોક્કસ અને સશક્ત કાર્યવાહી માટે સામૂહિક માંગ ઊભી થઈ છે.
આ ઘટનાને કારણે માત્ર આતંકી તત્વો વિરુદ્ધ લોકોને એકતાબદ્ધ રહી શાંતિ અને સુરક્ષાના માર્ગે આગળ વધવાનો સંદેશ પણ મળ્યો છે. હવે સમગ્ર દેશ આ હુમલાના દોષીઓને ઝડપી લેવા માટે સુરક્ષા દળો પાછળ છે – કારણ કે હવે ‘હિસાબ’ લેવાનો સમય આવી ગયો છે.