Pahalgam Terror Attack: પાણી રોકવું યુદ્ધ સમાન છે: સિંધુ જળ સંધી પર પાકિસ્તાનની તીવ્ર પ્રતિક્રિયા, NSC બેઠક બાદ ઘોષણાઓ
Pahalgam Terror Attack પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના પડઘા સમગ્ર દક્ષિણ એશિયામાં વ્યાપી રહ્યા છે. ભારત દ્વારા પાકિસ્તાન પર લાગેલા આરોપોની વચ્ચે પાકિસ્તાને પણ પોતાનું રણનૈતિક વલણ સ્પષ્ટ કર્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની અધ્યક્ષતામાં શુક્રવારે ઇસ્લામાબાદમાં રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ (NSC) ની તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી.
બેઠક બાદ પાકિસ્તાને સ્પષ્ટ રીતે ચેતવણી આપી છે કે જો ભારત સિંધુ જળ સંધિ હેઠળના નદીના પાણી રોકે છે, તો તે “યુદ્ધ સમાન કૃત્ય” માનવામાં આવશે. પાકિસ્તાનના પ્રવક્તાએ કહ્યું કે, “સિંધુ નદી 24 કરોડ પાકિસ્તાની નાગરિકોની જીવનરેખા છે. પાણી રોકવું માત્ર રાજકીય માનવાધિકાર ઉલ્લંઘન છે.“
પાકિસ્તાને ભારત સામે ભારે વલણ અપનાવતા કેટલીક મહત્વપૂર્ણ ઘોષણાઓ પણ કરી છે:
ભારત સાથેના તમામ દ્વિપક્ષીય કરારો તાત્કાલિક રદ કરાયા.
શિમલા કરાર સ્થગિત કરવામાં આવ્યો.
વાઘા બોર્ડર સંપૂર્ણપણે બંધ કરી દેવાઈ.
પાકિસ્તાને પોતાનું સમગ્ર હવાઈ ક્ષેત્ર ભારતમાંથી આવનારી વિમાનો માટે બંધ કરવાનું નક્કી કર્યું.
તેમના દેશમાં રહેલા તમામ ભારતીય નાગરિકોને 30 એપ્રિલ સુધીમાં દેશ છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે.
પાકિસ્તાની સરકારનું કહેવું છે કે ભારતે સિંધુ જળ સંધિનો ભંગ કરીને આંતરરાષ્ટ્રીય કાયદાઓનો ઉલ્લંઘન કર્યો છે. તેમનો દાવો છે કે ભારત દ્વારા ભારતના સિંધુ જળના પ્રવાહ પર નિયંત્રણ કરવાનો પ્રયાસ માત્ર પડોશી દેશ સાથે નહીં પણ સમગ્ર દક્ષિણ એશિયાઈ સ્થિરતાને ખતરમાં મૂકે છે.
આ વલણો આગળ વધતા સંબંધો વધુ તીવ્રતાથી બગડી શકે છે. તણાવભરેલા વાતાવરણ વચ્ચે હવે દુનિયાની નજર બંને દેશોની આગામી કાર્યવાહી પર છે, અને બહુજ અગત્યનું રહેશે કે શું આ વિવાદ કૂટનીતિ દ્વારા ઉકેલી શકાય છે કે નહીં.