Pahalgam Terror Attack: ભારતની કડક કાર્યવાહીથી પાકિસ્તાની સેના ગભરાઈ, આર્મી ચીફના પરિવાર સહિત અનેક અધિકારીઓના પરિવાર વિદેશ ભાગ્યા
Pahalgam Terror Attack પહેલગામ આતંકવાદી હુમલાને પગલે ભારતે પાકિસ્તાન સામે કડક અભિગમ અપનાવતાં, ત્યાંની સેના અને શાસકવર્ગમાં ભયનો માહોલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની સેનાના ટોચના અધિકારીઓએ પોતાના પરિવારજનોને ગુપ્ત રીતે વિદેશ મોકલી દીધા છે. પાકિસ્તાની આર્મી ચીફ જનરલ અસીમ મુનીરના પરિવારને પણ ખાનગી વિમાને બ્રિટન અને અમેરિકા (ન્યુ જર્સી) મોકલવામાં આવ્યો છે.
આ development એ સંકેત આપે છે કે પાકિસ્તાની સેનાને ભારતની હવે સુધીની સૌથી ગંભીર અને લક્ષિત જવાબી કાર્યવાહીથી ભય લાગ્યો છે. ભારતે પહેલગામ હુમલા બાદ માત્ર નાંખવામાં આવેલા નિવેદનો પૂરતાં મર્યાદિત રહી ન જઈ કઈંક મોટું કરવાની તૈયારી બતાવી છે.
કેન્દ્ર સરકારે પાકિસ્તાન વિરુદ્ધ અનેક પગલાં લીધો છે: જેમાં સૌથી મહત્વપૂર્ણ છે 1960ની સિંધુ જળ સંધિને તાત્કાલિક અસરથી સ્થગિત કરવી. ઉપરાંત, અટારી-વાઘા બોર્ડર પરથી અવરજવર બંધ કરી દેવાઈ છે, અને તમામ પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવામાં આવ્યા છે. તેમને 48 કલાકની અંદર દેશ છોડવા આદેશ આપવામાં આવ્યો છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સીધી વાતચીત કરી છે. તેમણે સ્પષ્ટ રીતે કહ્યું છે કે 48 કલાકની સમયમર્યાદા પૂરી થયા પછી કોઈપણ પાકિસ્તાની નાગરિક ભારતમાં ન રહે — તેની ખાતરી કરવામાં આવે.
આ બધાં પગલાંઓ જોઈને પાકિસ્તાન સરકાર અને સેનાના ઉચ્ચ અધિકારીઓએ પોતાનો બચાવ શરૂ કર્યો છે. અધિકારીઓએ પહેલા પોતાની સલામતી સુનિશ્ચિત કરવા તેમના પરિવારજનોને દેશની બહાર મોકલી દીધા છે, જે એ વાતની સાબિતી આપે છે કે તેઓ પરિસ્થિતિની ગંભીરતાને સંપૂર્ણ રીતે સમજતા થયા છે.
ભારતના દ્રઢ અને સ્પષ્ટ અભિગમને કારણે આખા દેશમાં એકજુટતા જોવા મળી રહી છે અને તમામ રાજકીય પક્ષો પણ કેન્દ્ર સરકારની કાર્યવાહી પાછળ ઊભા રહ્યા છે.