Farooq Abdullah: હવે વાતચીત નહીં, જવાબ જોઈએ છે – ફારુક અબ્દુલ્લાનો પાકિસ્તાન પર તીવ્ર પ્રહાર”
Farooq Abdullah પહેલગામ આતંકવાદી હુમલાના પૃષ્ઠભૂમિમાં, જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાએ પોતાના ઘેરા વિરોધ વ્યક્ત કરતા પાકિસ્તાનને તીવ્ર સંદેશો આપ્યો છે. તેમણે પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીરની “ટુ નેશન થિયરી” અંગેની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે કાશ્મીરીઓએ 1947માં જ આ સિદ્ધાંતને નકારી દીધું હતું અને તેઓ આજે પણ તેના વિરોધમાં છે.
ફારુક અબ્દુલ્લાએ કડક શબ્દોમાં જણાવ્યું કે, “આજે હું વાતચીતના પક્ષમાં નથી. જ્યારે અમારી પાસે 1947માં પાકિસ્તાન સાથે ન જવાનો નિણય હતો, ત્યારે હવે આ પ્રકારની નરાધમ હરકતો પછી વાતચીતનો પ્રશ્ન જ ઉઠતો નથી.” તેમણે કહ્યું કે આતંકવાદી ભ્રમિત કલ્પના છે કે કાશ્મીરીઓ પાકિસ્તાન તરફ વળશે – પણ આ દેશમાં બધા પંથો એકસાથે રહે છે અને રહેતા રહેશે.
અત્યારે દેશમાં પાછું એકવાર એવી માંગ ઉઠી છે કે આતંકવાદ સામે માત્ર બાલાકોટ જેવી સ્ટ્રાઈક નહીં, પરંતુ વધુ અસરકારક અને નિર્મમ જવાબ આપવો જોઈએ જેથી આવી ઘટનાઓ ફરી ના બને. ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે ભારત નબળું નહીં પરંતુ મજબૂત થઇ રહ્યું છે અને દેશના તમામ નાગરિકોને હવે એકસાથે ઉભા રહીને આ આતંકી વિચારધારાનો અંત લાવવો પડશે.
પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીરે થોડા દિવસો પહેલા “ટુ નેશન થિયરી”નું સમર્થન કરતાં જણાવ્યું હતું કે હિંદુઓ અને મુસ્લિમો એકસાથે રહી શકતા નથી, તેથી પાકિસ્તાન બન્યું. આ નિવેદન પર પ્રતિક્રિયા આપતાં અબ્દુલ્લાએ કહ્યું, “અમે હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી – બધા સાથે રહીશું. પાકિસ્તાન માનવતાની હત્યા કરી રહ્યો છે અને આપણે તેને જવાબ આપવો જ પડશે.”
આ નિવેદન ભારતીય રાજકીય વર્તુળો અને જનતામાં નવી ઉર્જા અને એકતા જગાડે છે – સ્પષ્ટ સંદેશો છે: હવે શાબ્દિક નહી, પરંતુ સંકલ્પબદ્ધ પગલાંનો સમય છે.