Haryana Election Voting: હરિયાણાની 90 વિધાનસભા બેઠકો પર મતદાન શરૂ
Haryana Election Voting: હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 માટે મતદાન ચાલી રહ્યું છે. 8 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. 90 વિધાનસભા ક્ષેત્રોના 2 કરોડથી વધુ મતદારો આજે મતદાન કરશે. સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે. હરિયાણા વિધાનસભાની 90 બેઠકો માટે 1031 ઉમેદવારો મેદાનમાં છે. નાયબ સિંહ સૈની, ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, દુષ્યંત ચૌટાલા જેવા જાણીતા ચહેરાઓ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.
Haryana Election Voting: હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 માટે મતદાન શરૂ થઈ ગયું છે, જે સાંજે 6 વાગ્યાથી ચાલશે. 90 વિધાનસભા બેઠકો પર 1031 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે અને 2 કરોડથી વધુ મતદારો તેમના ભાવિનો નિર્ણય કરશે. 8 ઓક્ટોબરે ચૂંટણીના પરિણામો જાહેર થશે. કોંગ્રેસ, ભાજપ, જનનાયક જનતા પાર્ટી (JJP), ઈન્ડિયન નેશનલ લોકદળ (INLD), આમ આદમી પાર્ટી (AAP) ચૂંટણી જંગમાં છે. કોંગ્રેસ CPIM સાથે, JJP ચંદ્રશેખર આઝાદની આઝાદ સમાજ પાર્ટી (ASP) સાથે અને INLD બહુજન સમાજ પાર્ટી (BSP) સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી રહી છે. સુરક્ષા દળોની 225 કંપનીઓ અને 30 હજાર પોલીસ કર્મચારીઓ દરેક ખૂણા પર તૈનાત છે.
હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો મંગળવારે 8 ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવશે અને તમામ ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરવામાં આવશે. આ સાથે એ પણ નક્કી થશે કે હરિયાણામાં કોની સરકાર બનશે અને કોણ મુખ્યમંત્રી બનશે.
હરિયાણા વિધાનસભા ચૂંટણીના અગ્રણી ચહેરાઓ
હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 માટે ભાજપ-કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓએ તેમના જૂના નેતાઓ પર વિશ્વાસ જ નથી દર્શાવ્યો પરંતુ નવા ઉમેદવારોને ટિકિટ પણ આપી છે. ચૂંટણી મેદાનમાં ઘણા મોટા ચહેરાઓ છે જેમ કે મુખ્યમંત્રી નયબ સિંહ સૈની, પૂર્વ ગૃહ મંત્રી અનિલ વિજ, પૂર્વ સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, દીપેન્દ્ર સિંહ હુડ્ડા, દુષ્યંત ચૌટાલા, પૂર્વ કુસ્તીબાજ વિનેશ ફોગટ, કવિતા દલાલ.
હરિયાણાના લોકો ભાજપથી કંટાળી ગયા છે’- આદિત્ય સુરજેવાલા
હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024માં કૈથલથી કોંગ્રેસના ઉમેદવાર આદિત્ય સુરજેવાલાએ કહ્યું હતું કે, “ગયા વર્ષે હું કૈથલમાં જ્યાં પણ ગયો હતો, ત્યાં મને જનતા તરફથી અપાર પ્રેમ અને આશીર્વાદ મળ્યા હતા. હું જાણું છું કે લોકો હવે પરિવર્તન ઈચ્છે છે. તેઓ ભાજપ સરકાર વિરુદ્ધ છે. છેલ્લા 10 વર્ષથી કંટાળી ગયા. તેમણે દાવો કર્યો કે જો કોંગ્રેસની સરકાર બનશે તો તેઓ પરિવર્તન લાવશે.
મનોહર લાલ ખટ્ટરે જીતનો દાવો કર્યો
કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટર હરિયાણા ચૂંટણી માટે મતદાન કરવા પહોંચ્યા હતા. તેમણે કરનાલના એક મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપ્યો. તેમનું કહેવું છે કે લોકોએ આજે મતદાન કરવું જોઈએ. વહીવટીતંત્રે તમામ વ્યવસ્થા કરી લીધી છે અને ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાશે. ભાજપને ચૂંટણીમાં જીતનો વિશ્વાસ છે અને અમે ત્રીજી વખત રાજ્યમાં સરકાર બનાવીશું.