Bhopal: ભોપાલ ઝેરીલા કચરાનો વિરોધ પીથમપુરમાં 2 યુવકોએ જાતે પેટ્રોલ છાંટ્યું, અચાનક કોઈએ તેમને સળગાવી દીધા, વીડિયો થયો વાયરલ
Bhopal ભોપાલમાં યુનિયન કાર્બાઈડ દ્વારા ઝેરી કચરાને બાળવાના વિરોધ દરમિયાન પીથમપુરમાં ચોકાવનારી ઘટના બની જ્યારે આ ઘટના બની ત્યારે દેખાવકારો ઝેરી કચરાના સંભવિત જોખમો સામે અવાજ ઉઠાવી રહ્યા હતા. પ્રદર્શન દરમિયાન બે યુવકોએ પેટ્રોલ છાંટ્યું, પરંતુ અચાનક પાછળથી કોઈએ દિવાસળી ચાંપી દીધી, જેના કારણે બંને ગંભીર રીતે દાઝી ગયા.
Bhopal પીથમપુર નજીક વર્ષોથી પર્યાવરણ અને માનવ જીવન માટે ખતરો બની રહેલ ભોપાલ ગેસ દુર્ઘટનાના ઝેરી કચરાને બાળવાની યોજનાનો સતત વિરોધ થઈ રહ્યો હતો. સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકરો આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા હતા, કારણ કે તેઓ માને છે કે આ કચરાને બાળવાથી હવા અને પાણી પ્રદૂષિત થઈ શકે છે, સ્થાનિક રહેવાસીઓના જીવન જોખમમાં મૂકે છે.
ऐसी – शरारत, मजाक या षड्यंत्र कितना खतरनाक हो सकता है! ये लोग पीथमपुर में भोपाल के यूनियन कार्बाइड के जहरीले कचरे को जलाने का विरोध कर रहे थे 2 युवकों ने पेट्रोल छिड़का लेकिन किसी ने पीछे से आग लगा दी दोनों की हालत गंभीर है@manishndtv @GargiRawat @alok_pandey @hridayeshjoshi pic.twitter.com/OEb7XepCAR
— Anurag Dwary (@Anurag_Dwary) January 3, 2025
પ્રદર્શન દરમિયાન બે યુવકોએ વિરોધ વ્યક્ત કરવા માટે જાતે પેટ્રોલ છાંટ્યું હતું. દરમિયાન અચાનક પાછળથી કોઈએ દિવાસળી ચાંપી દીધી અને બંને યુવાનો સળગવા લાગ્યા. ત્યાં હાજર લોકો તરત જ એક્શનમાં આવી ગયા અને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો. બંનેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
કાવતરું કે બેદરકારી?
આ ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે. શું આ ઇરાદાપૂર્વકનું કાવતરું હતું કે ફક્ત બેદરકારીનું પરિણામ? વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારા લોકોએ આ ઘટના અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે અને માંગણી કરી છે કે આ મામલે સંપૂર્ણ તપાસ થવી જોઈએ.
લોકોમાં ગુસ્સો અને ચિંતા
આ ઘટના બાદ સ્થાનિક રહીશો અને સામાજિક સંસ્થાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે આ દુર્ઘટના પ્રશાસનની અસંવેદનશીલતા અને બેદરકારીનું પરિણામ છે. ઝેરી કચરો બાળવાનો નિર્ણય પાછો ખેંચવાની લોકો માંગ કરી રહ્યા છે.
આ ઘટના માત્ર પ્રદર્શનનો ભાગ નથી, પરંતુ પર્યાવરણ અને માનવ સુરક્ષા પ્રત્યેની ગંભીર અવગણનાનું પ્રતીક છે. વહીવટીતંત્રે આ અકસ્માતની જવાબદારી લેવી જોઈએ અને ઝેરી કચરો બાળવાની યોજના પર પુનર્વિચાર કરવો જોઈએ અને આ ઘટના પાછળનું સત્ય જાહેર કરવું જોઈએ.