Asaduddin Owaisi: વકફ જમીન પર પોલીસ ચોકી બનાવવામાં આવી રહી છે! અસદુદ્દીન ઓવૈસીએ CM યોગી પર લગાવ્યા ગંભીર આરોપ
Asaduddin Owaisi ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં જામા મસ્જિદની સામે બની રહેલી પોલીસ ચોકીને લઈને વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે. આ મુદ્દે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ ઉત્તર પ્રદેશ સરકાર અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર ગંભીર આરોપો લગાવ્યા છે. ઓવૈસીએ દાવો કર્યો હતો કે જે જમીન પર આ પોલીસ ચોકી બનાવવામાં આવી રહી છે તે વકફ પ્રોપર્ટી છે અને આ બાંધકામ માટે કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
संभल की जामा मस्जिद के पास जो पुलिस चौकी बनाई जा रही है, वह वक्फ की जमीन पर है, जैसा कि रिकॉर्ड में दर्ज है। इसके अलावा, प्राचीन स्मारक अधिनियम के तहत संरक्षित स्मारकों के पास निर्माण कार्य प्रतिबंधित है। @narendramodi और @myogiadityanath संभल में खतरनाक माहौल बनाने के…
— Asaduddin Owaisi (@asadowaisi) December 31, 2024
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા ઓવૈસીએ કહ્યું કે,
“સંભાલમાં જામા મસ્જિદ પાસે જે પોલીસ ચોકી બનાવવામાં આવી રહી છે તે રેકોર્ડ મુજબ વકફ જમીન પર છે.” આ સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે પ્રાચીન સ્મારકો અધિનિયમ હેઠળ સંરક્ષિત સ્મારકોની નજીક બાંધકામ પર પ્રતિબંધ છે અને આ મામલે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી જવાબદાર છે કારણ કે તેઓ આવું વાતાવરણ ઊભું કરી રહ્યા છે.
ઓવૈસીએ જમીનના દસ્તાવેજો પણ સાર્વજનિક કર્યા, જેમાં વકફ નંબર 39-એ, મુરાદાબાદનો ઉલ્લેખ છે, જે તે જ જમીનનો વકફનામા છે જેના પર પોલીસ ચોકી બનાવવામાં આવી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે ઉત્તર પ્રદેશ સરકારને કાયદાનું કોઈ સન્માન નથી.
અગાઉ 28 ડિસેમ્બરે સંભલ જિલ્લામાં જામા મસ્જિદ પાસે પોલીસ ચોકીના નિર્માણ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. સંભલના એએસપી શ્રીશ ચંદ્રાએ કહ્યું કે સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવા અને વિસ્તારમાં શાંતિ જાળવી રાખવાના ઉદ્દેશ્યથી આ પગલું લેવામાં આવ્યું છે.
પોલીસ પ્રશાસને 27 ડિસેમ્બરે જામા મસ્જિદની સામે ખાલી પડેલી જમીનને પોલીસ ચોકી બનાવવા માટે ચિહ્નિત કરી હતી.