One Nation-One Election: 2029 માં ‘વન નેશન-વન ઈલેક્શન’ નો થશે અમલઃ શિયાળુ સત્રમાં બિલની તૈયારી
One Nation-One Election: 25મી નવેમ્બરથી શરૂ થનાર સંસદનું શિયાળુ સત્રમાં સરકાર બિલ રજૂ કરવા તૈયાર છે. વિપક્ષ-બીન એનડીએ પક્ષો સાથે સરકાર ચર્ચા કર્યા પછી શિયાળુ સત્રમાં કોવિંદ સમિતિનો રિપોર્ટ રજૂ થશે. કેન્દ્રિય કેબિનેટે આ બિલને મંજુરી આપી દીધી છે.
મોદી સરકાર 2029 માં સંસદ અને તમામ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી એકસાથે કરાવવાની દિશામાં એક પગલું આગળ વધારવા જઈ રહી છે. સરકાર 25 નવેમ્બરથી શરૂ થતા સંસદના શિયાળુ સત્રમાં વન નેશન, વન ઈલેક્શન પર એક સક્ષમ બિલ રજૂ કરી શકે છે. વિપક્ષો, ખાસ કરીને કોંગ્રેસ સાથેની વાતચીત અને સર્વસંમતિ બનાવવાના પ્રયાસો પછી બિલ રજૂ કરવામાં આવશે, તેવા અહેવાલો આવી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ બંધારણીય સુધારાને આગળ લઈ જવા માટે
વિપક્ષ અને બિન-એનડીએ પક્ષોના સમર્થનની જરૂર પડશે. રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિના અહેવાલ સાથે બિલ રજૂ કરવામાં આવશે. સમિતિએ ઓએનઓઈની ભલામણ કરી હતી. બિલો રજૂ થયા પછી સરકાર સંસદમાં ચર્ચા શરૂ કરશે, પરંતુ જ્યાં સુધી વ્યાપક સર્વસંમતિ ન આવે ત્યાં સુધી મતદાનને સ્થગિત કરી શકે છે.
સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજ્જુએ પણ સોમવારે સરકારના ઈરાદાનો સંકેત આપતા કહ્યું હતું કે, મોદીજીએ દેશના વિકાસ માટે દર પાંચ વર્ષે એકસાથે ચૂંટણી યોજવા પર ભાર મૂક્યો હતો. તેમની વિનંતીના આધારે કોવિંદ પેનલની રચના કરવામાં આવી હતી અને સબમિટ કરેલા અહેવાલને કેન્દ્રિય કેબિનેટ દ્વારા મંજુરી આપવામાં આવી હતી. હવે અમે સંસદમાં સંબંધિત બિલ લાવવા માટે તૈયાર છીએ. તેમણે કહ્યું કે લોકશાહીમાં વિરોધને અવકાશ હોય છે, પરંતુ વિરોધ ખાતર બિલનો વિરોધ ન કરવો જોઈએ.
કેન્દ્રિય મંત્રીએ કહ્યું કે એક સાથે ચુંટણી શા માટે થવી જોઈએ
તે દેશને જણાવવા માટે ચર્ચા થવી જોઈએ. પ્રથમ પ્રસ્તાવિત બંધારણ સુધારો બિલ કલમ 83 (લોકસભાની મુદ્ત) અને કલમ 172 (રાજ્ય વિધાનસભાની મુદ્ત) માં સુધારો કરીને કલમ 82એ માં સુધારો કરવા માંગે છે. કોવિંદ પેનલે કહ્યું કે આ સુધારાને રાજ્યો દ્વારા બહાલીની જરૂર નથી.
સ્થાનિક ચર્ચાઓની ચૂંટણીઓને સામાન્ય ચૂંટણીઓ સાથે સમન્વચિત કરવા માટે કલમ 325 માં સુધારો કરીને કલમ 324 માં બંધારણીય સુધારાની જરૂર પડશે. આ માટે રાજ્યો દ્વારા બહાલીની જરૂર પડશે.