છાપામાંથી બાપ્પા – કોન્સેપ્ટ જ એકદમ હટકે છે. આ અલગ કોન્સેપ્ટના બાપ્પા નડિયાદના હિનાબેન જાનીએ તૈયાર કર્યા છે. તેઓ 10 વર્ષથી ગણપતિ બાપ્પાનું તેમના ઘરે સ્થાપન કરે છે. પર્યાવરણનો વિચાર કરીને તેઓ શરૂઆતમાં માટીની મૂર્તિ નડિયાદ કે આણંદથી લાવતાં. જોકે તેમાં ભેળસેળ કરવામાં આવતી હોવા ઉપરાંત તેમાં વપરાતા રંગ પણ જળચર જીવ માટે હાનિકારક હોવાથી તેઓએ જાતે જ ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવવાનો નિર્ણય કર્યો હતો. 6 વર્ષ બાદ તેમણે ઘરમાં પ્રથમ વખત પેપરમાંથી ગણપતિ તૈયાર કર્યા. ન્યૂઝપેપર ગણેશ બનાવવા માટે ટિસ્યુ પેપર અથવા અખબારનો ઉપયોગ કરવામાં આવે છે. હિનાબેન વિસર્જનના સમયે જળચર પાણીઓ ખાઇ શકે તેવી વસ્તુઓમાંથી હાર બનાવીને પ્રતિમાને પહેરાવે છે. મખાણા, મમરા, લોટ, અનાજમાંથી બનતાં હાર જળચર જીવને ખોરાક પૂરો પાડે છે.