ખેડા જિલ્લામાં બાળકો ત્યજી દેવાની ઘટનામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. છેલ્લા છમહિના દરમિયાન અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ગઈકાલે બુધવારે રાત્રે બાળક ત્યજી દેવાનો વધુ એક કિસ્સો નડિયાદમાં સામે આવ્યો છે. કોઈ અજાણી વ્યક્તિ દોઢ મહિનાનું પોતાનું વ્હાલસોયું બાળક આશ્રમના ગેટ પાસે મૂકી નાચી ગયું જતાં ચકચાર મચી ગયી હતી. બાળકની તબિયત સારી ન હોવાથી તેને પ્રાથમિક સારવાર માટે નડિયાદ સિવિલ અને વધુ સારવાર હેઠળ અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યું હતું. આ બનાવ સંદર્ભે નડિયાદ પશ્ચિમ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો હતો. જો કે બાળકને જે રીતે સાચવીને શાલમાં વીંટાળીને મૂકવામાં આવ્યું છે, તે જોઈને તો એવું લાગતું હતું કે આ કોઈ સારા પરિવારના લોકોએ આ કાંડ કર્યું છે. બાળકના પગમાંથી કોઈ હોસ્પિટલનું ટેગ પણ મળી આવ્યું હતું.
નડિયાદમાં અનાથ બાળકો માટે જાણીતા એવા માતૃછાયા અનાથ આશ્રમના મુખ્ય ગેટ પાસેથી બુધવારની રાત્રે લગભગ 10થી 10.30 કોઈ અજાણી વ્યક્તિએ પોતાનું દોઢ મહિનાનું બાળક ત્યજી દેતા જોઈ રૂંવાટી ઉભી થઈ ગઇ હતી. બાળક ઠરી ના જાય તે માટે તેને ગરમ શાલમાં લપેટી અનાથ આશ્રમના પાસે તરછોડી દેવામાં આવ્યું હતું.આ ઘટનાની જાણ વોચમેનને થતા જ તેમણે આશ્રમના સંચાલકોને જાણ કરી હતી. જેથી આશ્રમના સંચાલક સિસ્ટર અને સુપ્રિટેન્ડેન્ટ દોડી આવ્યા હતા. બાળકને જોતાં છોકરો છે અનેઆશરે દોઢ મહિનાનું હોવાનું જાણવા મળ્યું હતું.
અનાથ આશ્રમના સંચાલકોએ પશ્ચિમ પોલીસને ઘટનાની જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ બાળકને તરત જ સારવાર હેઠળ નડિયાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવાંમાં આવ્યું હતું જ્યાં તેનું વજન 3 kg નોંધાયું હતું. પરંતુ તેને શ્વાસમાં તકલીફ હોવાથી રાત્રે જ વધુ સારવાર માટે અમદાવાદની યુ. એન. મહેતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું . ઘટનાના પગલે સમગ્ર પંથકમાંરૂંવાટી ઉભી થઈ ગઈ હતી. તો બીજી બાજુ સમગ્ર જિલ્લામાં આવી ઘટનાઓનું પુનરાવર્તન થતાં લોકોએ ફિટકાર વરસાવ્યો હતો. ઉપરોક્ત બનાવમાં બાળકને સારા કપડા પહેરાવી આશ્રમપાસે તરોછડાતાં તે સારા પરિવારમાંથી આવવાથી છતાં પણ આ બાળકને કેમ તરછોડી દેવાંમાં આવ્યું શું મજબૂરી કારણે આ ડગલું ભરવામાં આવ્યું છે..
પોલીસ આ ઘટના અંગે CCTVના આધારે તપાસ હાથ ધરી દીધી હતી. બાળકના પગમાંથી કોઈ હોસ્પિટલનું ટેગ મળ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું, જેથી કરીને તમામ હોસ્પિટલમાં તપાસ કરવાંમાં આવે.