મુંબઈ પોલીસ પોતાના મિમ્સને લઈને ખૂબ ચર્ચામાં રહેતી હોય છે. આ વખતે તેમણે કંઈક એવુ કર્યુ છે, જેના કારણે લોકો સોશિયલ મીડિયા પર મુંબઈ પોલીસની વાત કરી રહ્યા છે. મામલો એવો છે કે, એક શખ્સે ટ્વિટ કરીને પોલીસ પાસે મદદ માગી હતી. આ શખ્સે પોલીસને કહ્યુ હતું કે, મારે મારી ગર્લફ્રેન્ડને મળવા જવુ છે, તો ક્યુ સ્ટિકર લગાવીને જાવ ? આપને જણાવી દઈએ કે, કોરોનાકાળમાં મહારાષ્ટ્રમાં કેટલાય પ્રકારના પ્રતિબંધો લગાવ્યા છે. જેને પણ મંજૂરી આપવામાં આવી છે, તેમના માટે ખાસ નિયમો બનાવામાં આવ્યા છે.મુંબઈ પોલીસે આ ટ્વીટનો શાનદાર રીત હળવાશની શૈલીમાં જવાબ આપ્યો છે. પોલીસે લખ્યુ છે કે, અમે આપની વાત સમજીએ છીએ, પણ કમનસીબે તે અમારી જરૂરિયાત અને ઈમરજન્સી શ્રેણી અંતર્ગત આવતુ નથી. તેની આગળ જે લખ્યુ છે તેનો સરળ ભાષામાં એજ અર્થ થાય છે કે, આપ સાજા રહો અને સ્વસ્થ રહો. ત્યાર બાદ શું હતું લોકો તૂટી પડ્યા. અલગ અલગ રીતે કમેન્ટ કરવા લાગ્યા હતા.
