મુંબઈના અંધેરી વીરા દેસાઈ રોડ વિસ્તારની એક બિલ્ડિંગમાં આગ લાગવાથી ભાગદોડ મચી ગઈ છે. આ આગ દેસાઈ રોડ સ્થિત પેનુશુલા બિલ્ડિંગમાં લાગી છે.
ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવામાં કાર્યરત છે. ફાયર બ્રિગેડે અત્યાર સુધી 3 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે. બિલ્ડિંગમાં વધુ કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે. ઘટના સ્થળે રેસ્ક્યુ ઑપરેશન ચાલુ છે.
આ બિલ્ડિંગ 17 માળની છે અને આ આગ એસીમાં લાગી જે બાદ તેણે બિલ્ડિંગની ઉપરના ફ્લોરને પોતાની ચપેટમાં લીધો છે.