મુંબઇના CST રેલવે સ્ટેશન પાસે ફુટઓવર બ્રિઝ ધરાશયી થયો હતો. આ દુર્ઘટનામાં 30 લોકો ઘાયલ થયા હતા. જેમને સારવાર માટે નજીકની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘાયલોમાં 2ની સ્થિતી ગંભીર જણાવવામાં આવી રહી છે. હજી કાટમાળમાં ઘણાં લોકો દબાયેલા હોવાની આશંકા છે. ઘટના સ્થળ પર NDRFની ટીમ પહોંચી ચૂકી છે અને CST રેલવે સ્ટેશન પર ટ્રાફિક રોકી દેવામાં આવ્યો હતો.
આ દુર્ઘટનામાં હાલ 6 લોકોના મોત થયા છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે બ્રિજ જ્યારે તુટ્યો ત્યારે ત્યાં ઘણાં લોકો હાજર હતા. તેમજ તે સિવાય ઘણી ગાડીઓ પણ ત્યાં બ્રિજ નીચે હતી. પ્લેટફોર્મના 1 BT લેન પાસે આ પુલ તુટ્યો છે. જ્યારે મુંબઇ પોલીસે દુર્ઘટના સ્થળ પર નહી જવા લોકોને અપીલ કરી છે.
જાણકારી પ્રમાણે જ્યારે કુર્રા રોડ પર રેડ સિગ્નલ હતો ત્યારે આ દૂર્ઘટના થઈ હતી. રાતના સમયે ઘણા લોકો રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. બ્રિજની નીચે એક ટેક્સી ઉભી હતી. જો 60 સેકન્ડની રેડ લાઈટ ન હોત તો બ્રિજની નીચેથી પસાર થતી ઘણી કારો અને ટુ વ્હિલ પસાર થઈ રહ્યા હોત. જ્યારે દુર્ઘટના થઈ એ સમયે કેટલાક ઠેલાવાળા હતા અને એક કાર ઉભી હતી. બાકીના લોકો પુલની નીચે પડવાથી ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. પણ ગંભીર ઈજાઓ થઈ હોવાના કારણે કેટલાક લોકો પોતાનો જીવ ગુમાવી બેઠા. આ ધુર્ઘટનાના કારણે 30થી વધારે લોકો ઘાયલ થયા હતા જેનો ઈલાજ ચાલી રહ્યો છે.