હવામાન વિભાગે મુંબઈ તથા આસપાસના વિસ્તારોમાં અતિવૃષ્ટિ થવાની આગાહી કરી છે. શહેર અને ઉપનગરોમાં તેમજ પડોશના થાણે, પાલઘર અને નવી મુંબઈમાં ગઈ કાલ આખી રાત વરસાદ ચાલુ રહ્યો હતો અને આજે પણ એનું જોર યથાવત્ છે. ભારે વરસાદને કારણે વસઈ અને વિરાર વચ્ચે ટ્રેન સેવા સંપૂર્ણપણે બંધ છે. પાલઘર જિલ્લાના નાલાસોપારા સહિત અમુક સ્ટેશનો પર પાટા પર પાણી ભરાયા હોવાથી બોરીવલીથી વિરાર વચ્ચે અપ-ડાઉન બંને ટ્રેન સેવા બંધ છે. બોરીવલીથી ચર્ચગેટ તરફનો ટ્રેનવ્યવહાર ચાલુ છે, પણ ટ્રેનો ૧૫-૨૦ મોડી દોડે છે. મધ્ય અને હાર્બર લાઈન પરની ટ્રેનસેવા પણ ૨૦ મિનિટ જેટલી મોડી છે. દહિસર પૂર્વમાં આવેલા એન.જી. પાર્ક વિસ્તારમાં ૩ ઘર જમીનદોસ્ત થયાનો અહેવાલ છે. અગ્નિશામક દળના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. સદ્દભાગ્યે એ ઘરોમાં કોઈ રહેતું ન હોવાથી જાનહાનિ થઈ નથી. ભારે વરસાદને કારણે શહેરના ડબ્બાવાળાઓ (ટીફિનવાળાઓ)એ એમની સેવા આપવાનું આજે બંધ રાખવાનો નિર્ણય લીધો છે. મધ્ય, પૂર્વ અને દક્ષિણ મુંબઈમાં સખત વરસાદ છે. વરલી, દાદર, પરેલ, લાલબાગ વિસ્તારોમાં વરસાદનું જોર વધ્યું છે. જે વિસ્તારોમાં બે દિવસથી પાણી ભરાયા છે ત્યાં હવે પાણી દુર્ગંધ મારવા લાગ્યું છે. મહાનગરપાલિકાના કર્મચારીઓ પમ્પ વડે પાણીનો નિકાલ કરવામાં વ્યસ્ત છે. નાલાસોપારામાં જયાં જુઓ ત્યાં રસ્તાઓ પર પાણી ભરાયા છે. ત્યાં વીજપૂરવઠો પણ ખંડિત થયો છે. વરસાદનું જોર હજી પાંચ દિવસ રહેશે એવી હવામાન વિભાગે આગાહી કરી છે. મુંબઇમાં સોમવારે રાત્રે વરસાદનો કહેર યથાવત જોવા મળ્યો હતો. ભારે વરસાદના પગલે મુંબઇના ઘણા વિસ્તારોમાં પાણી-પાણી થઇ ગયું છે. રોડ, ગલી, સોસાયટી બધી જગ્યાઓ પાણીમાં ગરકાવ થઇ ગયેલી જોવા મળી છે. ભારે વરસાદના પગલે મંગળવારે પણ સ્કૂલ બંધ રાખવાના આદેશ અપાયાં છે. રાતભર ચાલુ રહેલા વરસાદના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે. વડાલા રેલવે સ્ટેશન પર પાણી રેલવે ટ્રેક પર ફરી વળ્યાં છે. જેના કારણે લોકલ ટ્રેનની સ્પીડ પર બ્રેક લાગવાની શકયતાઓ જોવા મળી રહી છે. તો બીજી તરફ પાલઘર, વસઇના અનેક વિસ્તારમાં ભારે વરસાદ બાદ પાણી ઘરમાં ઘુસી ગયા છે. ૧૫૦થી વધારે ઘરોમાં પાણી ઘુસી જતાં ૪૦૦ લોકો પ્રભાવિત થયા છે. જયારે બીજી તરફ મુંબઇના લોકોને પાણી પુરુ પાડતો તુલસી ડેમ ઓવરફલો થઇ ગયો છે. મુંબઇમાં છેલ્લા ૪૮ કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી ૪૮ કલાક સુધી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આમ, ભારે વરસાદના પગલે મુંબઇમાં જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળ્યું છે. શહેરના મુખ્ય માર્ગો, રેલવેના ટ્રેક પાણીમાં ગરકાવ થઇ ગયા છે. વડાલા, દાદર, સાયન, અંધેરી, શાંતાક્રૂઝમાં પાણી ભરાયા છે. મુંબઇની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેન મોડી ચાલી રહી છે. રેલવે ટ્રેક પર પાણી ભરાતા ૯૦ ટ્રેન રદ કરવામાં આવી છે. પાલઘરમાં પણ અનેક માર્ગો પાણીમાં ગરકાવ થયા છે. કોલાબામાં ૨૪ કલાકમાં ૭ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. મુંબઇને પીવાનું પાણી પુરૂ પાડતું તુલસી જળાશય ઓવરફલો થયો. મુંબઇના કેટલાક વિસ્તારોમાં ૩ દિવસ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ભારે વરસાદના પગલે વસઇ અને વિરાર વચ્ચે રેલ સેવા સ્થગિત કરાઇ.(૨૧.૧૨) (11:18 am IST)


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.