ભારત ના સટ્ટાબજાર નો બાદશાહ કેહવાતા રતન ખત્રીનું નિધન થઈ ગયું. મટકા કિંગના નામથી જાણીતા 88 વર્ષ ના રતન ખત્રી છેલ્લા ઘણા સમયથી બીમાર હતા અને તેમનું નિધન થયું. ઘણા દાયકા સુધી રતને ભારત ના સૌથી મોટા સટ્ટા રેકેટ પર રાજ ચલાવ્યું. સિંધી પરિવાર સાથે સબંધ ધરાવતા ખત્રી ભાગલા વખતે પાકિસ્તાન થી ભારત આવ્યા હતા.
રતન દ્વારા 1962 માં મટકા નામનો એક સટ્ટો રમાડવાની શરૂઆત કરવામાં આવી હતી. મુંબઇ ની તમામ સોસાયટીઓમાં રતન નો સટ્ટો રમાડવાનું ચાલુ કર્યું હતું. ભારત માં દરેક પ્રકારનો જુગાર ગેરકાયદેસર છે તેમ છત્તા પણ મુંબઇ માં મોટાપાયે મટકા નો વેપાર ચાલી રહ્યો હતો જેનું આજે લાંબી બીમારી બાદ મોત થતા નાના થી લઇ મોટા સટોડીયા માં સોપો પડી જવા પમ્યો હતો