હારાષ્ટ્રમાં મુખ્યમંત્રી સચિવાલય એટલે કે CMOમાં વર્ષ 2017માં 3 કરોડ રુપિયાથી વધારેની ચા પીવામાં આવી. આ વાતનો ખુલાસો RTIના એક રિપોર્ટમાં થયો છે. RTIના માધ્યમથી મળેલી જાણકારીને મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ સંજય નિરુપમે બુધવારે શેર કરી હતી. સાંજ સુધી CMOએ આનો ખુલાસો પણ આપ્યો અને કહ્યું કે, RTIમાં આપાવમાં આવેલી જાણકારીનો ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે. RTI રિપોર્ટમાં કહેવમાં આવ્યું છે કે CMOએ 2017-18માં ચા-નાસ્તા પાછળ 3,34,64,905 રુપિયા ખર્ચ કર્યા છે. 2016-17માં આ ખર્ચ 1,20,92,972 રુપિયા હતો. 2015-16માં આ ખર્ચ 57,99,156 હત RTIમાં મળેલી જાણકારી અનુસાર CMOમાં ચા-નાસ્તાના ખર્ચમાં થયેલો 577 ટકા વધારો અસ્વાભાવિક છે. શું CMOમાં દરરોજ 18,500 કપ ચા પીવાય છે? સંજય નિરુપમના આ આરોપોના જવાબમાં CMOએ કહ્યું કે RTIમાં આપવામાં આવેલી જાણકારીનો ખોટો અર્થ નીકાળવામાં આવ્યો છે. આ રકમ માત્ર ચા પર ખર્ચ નથી થઈ, આમાં નાસ્તો, જમવાનું, મંત્રીમંડળની બેઠકોમાં પીરસવામાં આવતો નાસ્તો, સ્વાગત માટે ઉપયોગમાં લેવાતા ફૂલ, શૉલ-શ્રીફળ, ગિફ્ટ, અલગ અલગ વિભાગોની બેઠક, વગેરેનો ખર્ચ પણ શામેલ છે. CMO તરફથી કહેવામાં આવ્યું કે, પહેલા મુખ્યમંત્રી દ્વારા આયોજિત બેઠકોનો ખર્ચ જે તે વિભાગ દ્વારા આપવામાં આવતો હતો. હવે મુખ્યમંત્રી સચિવાલય ચુકવણી કરી છે. બેઠકોની સંખ્યા અને મોંઘવારી બન્ને વધી ગઈ છે. મુખ્યમંત્રીને મળવા આવતા લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.