મુંબઈના અલીબાગમાં ખેતીની જમીન પર ગેરકાયદેસર બંગલો બનાવવાના અને છેતરપિંડીના આરોપમાં ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે કાર્યવાહી કરી છે. ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી શાહરુખ ખાન પાસે જવાબ માંગવામાં આવ્યો છે. શાહરૂખ ખાનને આઈટી ડિપાર્ટમેન્ટ તરફથી એટેચમેન્ટ નોટિસ પણ જાહેર કરવામાં આવી છે. આ નોટિસ બેનામી પ્રોપર્ટી ટ્રાન્સેક્શન એક્ટ પીબીપીટીના ઉલ્લંઘન મામલે ડિસેમ્બરમાં જાહેર કરવામાં આવી હતી.
શાહરૂખ ખાન વિરુદ્ધ કાયદાકીય પગલા ઉઠાવ્યા હતા. જિલ્લા વહીવટી તંત્રે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસની સાથે એક બેઠક કર્યા બાદ બંગલાને ગેરકાયદેસર નિર્માણ ગણાવતા ત્યાંથી દબાણ હટાવ્યું હતું. પરંતુ શાહરૂખ ખાને સ્ટે ઓર્ડર લાવીને દબાણ હટાવવાની કામગીરી રોકી હતી.