વાશી વિસ્તારમાં રહેતી 20 વર્ષીય ગર્લને નાલાસોપારા ખાતે રહેતા તેના ફેસબૂક ફ્રેન્ડને મળવા જવાનું મોંઘુ પડી ગયું હતું. રવિવારે સવારે નાલાસોપારા(ઇસ્ટ)માં આવેલ તાનિયા મોનાર્ક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર પગથીયાની નીચે એક અજાણી યુવતીનો મૃતદેહ મળી આવતા સોસાયટીમાં ચકચાર મચી હતી.
સોસાયટીમાં અજાણી યુવતીનો મૃતદેહ જોઇ રહીશોમાં ચકચાર
સોસાયટીના ફ્લેટ ધારકોએ પોલીસ ફરીયાદ કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરુ કરી હતી. જોકે પહેલા તો કોઈ વ્યક્તિ આ ગર્લને ઓળખતું હોવાનું જણાયું નહોતું. તેમજ સોસાયટીમાં CCTV કેમેરા પણ ન હોવાના કારણે કોઈ માહિતી મળી નહોતી. જોકે પૂછપરછમાં કેટલાક રહીશોએ કહ્યું કે આ છોકરીને તેમણે ગ્રાઉન્ડ ફ્લોરના ફ્લેટમાં જતી જોઈ હતી.
CCTV ન હોવાથી પ્રાથમિક તબક્કે પોલીસ પણ મુંઝાઈ
જેના આધારે પોલીસે તપાસ કરતા ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા 25 વર્ષીય હરિદાસ નિરગુડેના ઘરમાં લોહીના ડાઘ મળી આવતા તેની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવી હતી. જે બાદ તેણે કબૂલ્યું હતું કે આ ગર્લ તાજેતરમાં જ તેની ફેસબૂક ફ્રેન્ડ બની હતી. ફેસબૂકમાં પોતાની વાતોમાં ભોળવીને નિરગુડેએ તેને મળવા માટે ઘરે બોલાવી હતી. જે બાદ તેણે સેક્સની માગણી કરતા ગર્લે ના પાડી હતી.
ફેસબૂક ફ્રેન્ડ બન્યા બાદ યુવકે ગર્લને બોલાવી હતી મળવા
તેથી ઉશ્કેરાયેલા નિરગુડેએ શૂ લેસથી ગર્લને હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ ગર્લનો ફોન અને પર્સ પોતાની પાસે રાખી તેની બોડીને બિલ્ડિંગના પગથીયા નીચે મૂકી આવ્યો હતો. પોલીસે તેના ઘરમાંથી મૃતક ગર્લનો મોબાઈલ અને પર્સ કબજે કર્યું છે. તેમજ બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે. ગુનેગાર નિરુગડે આ ફ્લેટમાં પોતાની બહેન સાથે રહેતો હતો અને ગર્લ આવી ત્યારે તેની બહેન બહારગામ ગઈ હતી.