ભારે વરસાદને કારણે મુંબઇ ખરાબ હાલતમાં છે. આખું મુંબઇ જળબંબાકાર છે. આ વરસાદમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના ઘરે પણ ગંદુ પાણી ઘૂસી ગયું હતું. અમિતાભ બચ્ચનના ઘરની બહાર રસ્તાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં ઘરનો ગેટ પાણીથી ભરેલો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં દેખાય છે કે ઘરની બહાર ગંદુ પાણી છે જે ઘરની અંદર પણ પહોંચી ગયું છે.
અમિતાભ બચ્ચનનો બંગલો જુહુ વિસ્તારમાં છે. બંગલામાં પાણી ભરાવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવતાં ચાહકો પણ નારાજ થયા હતા. અમિતાભ બચ્ચનના ચાહકો એવા પ્રશ્નો પૂછી રહ્યા છે કે ઘરમાં બધું સારું છે કે નહીં. જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન આ દિવસોમાં કૌન બનેગા કરોડપતિની સીઝન 11 વિશે ચર્ચામાં છે. આ સીઝનનો ત્રીજો સપ્તાહ ચાલી રહ્યો છે અને શો ટીઆરપીની યાદીમાં સાતમા ક્રમે પહોંચી ગયો છે. અહીં અમિતાભ બચ્ચન તાજેતરમાં જ મુકેશ અંબાણીની ગણેશ ચતુર્થીની ઉજવણીમાં પત્ની જયા બચ્ચન અને પુત્ર અભિષેક બચ્ચન સાથે પહોંચ્યા હતા. આ પ્રસંગે ત્રણેયએ સફેદ ડ્રેસ પહેર્યો હતો.