ધનંજય કુલકર્ણી મહારાષ્ટ્ર સ્થિત ડોંબિવલીનો બીજેપી પદાધિકારી છે. અપરાધ શાખાએ ધનંજય કુલકર્ણીની દુકાન પર હથિયાર અને ગોળા બારૂદ ઝડપ્યા છે. ધનંજય કુલકર્ણી ડોમ્બિવલીમાં બીજેપી ઉપાધ્યક્ષ પણ છે અને કહેવામાં આવે છે કે, તેને સ્થાનિક બીજેપી ધારાસભ્ય સાથે નજીકનો સંબંધ છે. બીજેપી પદાધિકારી ધનંજય કુલકર્ણીની દુકાનમાંથી ઝડપી પાડવામાં આવેલા હથિયારોમાં તલવાર, એયરગન, ફાઈટર, ચાકૂ વગેરે સામેલ છે.
ધનંજય કુલકર્ણીની માનપાડા રોડ પર તપસ્યા હાઉસ ઓફ ફેશન નામની દુકાન છે. ઠાણે અપરાધ શાખાની કલ્યાણના વરિષ્ઠ ઈન્સપેક્ટર સંજૂ જોને કહ્યું કે, રેડ દરમ્યાન એયર ગન, 10 તલવાર, 38 પ્રેસ બટન ચાકૂ, 25 દાંતીયા, ખુકરી, ત્રણ કુલ્હાડી, એક દાતેડુ સહિત 170 હથિયાર કબજે લેવામાં આવ્યા છે. શહેરમાં બનેલી દુકાનમાંથી આટલી મોટી માત્રામાં હથિયારનો જથ્થો મળવાથી શહેરમાં ખલબલી મચી ગઈ છે. પોલીસે ધનંજય કુલકર્ણીની ધરપકડ કરી લીધી છે, અને તેની પૂરી તપાસ કરવામાં આવી રહી છે.