મહારાષ્ટ્રના ધુલેમાં એક કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળતા 10 લોકોના મોત નિપજ્યા છે. ધુલેના શાહપુર ગામ પાસેની કેમિકલ ફેક્ટરીમાં અચાનક જ ધડાકાભેર બોઇલર ફાટી નીકળ્યું. આ ધડાકાનો અવાજ એટલો પ્રચંડ હતો કે તે 5 થી 10 કિલોમીટર દુર સુધી સંભળાયો. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો. આ દુર્ઘટનામાં 15થી વધુ લોકો ઘાયલ થયા છે.