મહારાષ્ટ્ર ના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રી નજીક એક ચા વાળા વ્યક્તિ ને કોરોના પોઝીટીવ આવતા ભારે દોડધામ મચી ગઇ છે અને આ ચા વાળા ને ત્યાં ચા પીવા આવતા લોકો અને માતોશ્રી માં ફરજ બજાવતા સિક્યુરિટી જવાનો પણ સંક્રમિત થયા હોવાના પગલે આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે અને સિક્યોરિટીમાં તહેનાત 150 જવાનોને બાંદ્રામાં ક્વૉરન્ટીન કરી દેવાયા હોવાના અહેવાલ છે, અહી કોરોના વાઈરસનું સંક્રમણ બીજા અને ત્રીજા સ્ટેજ વચ્ચે પહોંચી ગયું હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
આમ ચા વેંચતા ફેરિયા થી પણ તંત્ર સાવધાન બની ગયું છે અને બહાર ના નાસ્તા અને ચા , કોફી પીતી વખતે સબચેતી વર્તવા અપીલ કરાઈ છે.
